આપણે સૌ જાણીએ છીએ કે ખજૂરભાઈ ગુજરાતમાં દરેક લોકોની મદદ કરવા માટે પહોંચી જાય છે. હાલ સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડવાને કારણે લોકોને ખાવાના પણ ઠેકાણા ન હતા. ત્યારે ખજૂરભાઈએ લોકોની મદદ કરીને ખાવાનું પૂરું પાડ્યું છે. ખજૂરભાઈ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લોકોની મદદ કરવા માટે પહોંચી જાય છે જેથી તેઓ લોક લાડીલા બની ગયા છે.
મેઘરાજા તૂટી પડવાના કારણે ગુજરાતમાં ખરેખર કુદરતનો કહેર છવાયો હતો. જેમાં જામનગર, પોરબંદર , રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારમાં ઘણા લોકોને પૂરને કારણે ખાવા પીવાની સમસ્યા સર્જાઈ હતી. કેમકે પાણી એટલું બધુ વધારે હતું કે લોકોના પૈસા, પશુપાલન, વાસણ વગેરે બધુ જ પાણીમાં વહી ગયું હતું. હવે વિચારો જિંદગીમાં આજ સુધી કમાયેલી પૂંજી બધી એક સાથે વહી જાય ત્યારે માણસને કેવું થતું હશે.
બસ આ દુખીયા લોકોનું દુખ જોઈ ખજૂરભાઈને રહેવાયું નહીં અને ટેમ્પો તથા બીજા જે કંઈ વાહન મળ્યા એ ભરીને અસરગ્રસ્ત લોકોની મદદે નીકળી પડ્યા. બસ આવી જ રીતે લોકોની સમસ્યા દૂર કરવા ખજૂરભાઈ ખડેપગે મહેનત કરે છે. મિત્રો ખરેખર ગુજરાતમાં ખજૂરભાઈ જેવા મહાન વ્યક્તિઓ પણ છે કે તેઓ જેમને મદદની જરૂર હોય તેમને ખજૂરભાઈ પોતાનાથી બની શકે તેટલી મદદ કરે છે.
ખજૂર ભાઈ આ પહેલા પણ જ્યારે વાવાઝોડું આવેલું ત્યારે લોકોના પડી ગયેલા મકાનને ઊભા કરી આશરો આપવા માટે ખડે પગે મદદ કરી રહ્યા હતા. ત્યારે આજે પણ ખજુર ભાઈએ લોકોને મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખજૂર ભાઈએ જે લોકોને ખાવા પીવાનું ન્હોતું મળતું તેમના માટે પાણીની બોટલ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને લોકોએ ભોજન આપ્યું. ખજૂર ભાઈ પોતાના ઉદાર સ્વભાવને કારણે લોક લાડીલા બની ગયા છે.