ખેડૂતે જમીન વેચી દીકરાને બનાવ્યો આઈપીએસ અધિકારી, કહ્યુ સંતાનોને ભણાવવા કીડની વેચી દેવા પણ તૈયાર

Story

ઝારખંડ જેવા આદિવાસી વિસ્તારના ગરીબ ખેડૂતનો પુત્ર જ્યારે યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે ત્યારે તેના સંઘર્ષની વાર્તા જુદી હદ સુધી પહોંચી જાય છે. આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. ઝારખંડના એક યુવાને યુપએસસીની પરીક્ષા પાસ કરી છે અને તેઓ આઇપીએસ અધિકારી બન્યા છે. લોકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

દોસ્તો અને વાત કરી રહ્યા છીએ આઇપીએસ ઇન્દ્રજીત મહાથાની. ઇન્દ્રજીતનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. ઝારખંડના બોકારો જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા ઇન્દ્રજીત પાંચમા ધોરણમાં હતા ત્યારથી જ અધિકારી બનવાનું સ્વપ્ન જોવા લાગ્યા હતા. મીડિયામાં વાતચીત દરમિયાન ઇન્દ્રજીત કહે છે કે જ્યારે શિક્ષકે તેમને જિલ્લા વહીવટ વિશે જણાવ્યું ત્યારે જ તેઓએ અધિકારી બનવાનું નક્કી કરી લીધું હતું.

ઇન્દ્રજીતના પિતા ખેડૂત હતા અને તેમનું ઘર ગમે તેમ કરીને ચાલી રહ્યું હતું. ઇન્દ્રજીત જે ઘરમાં રહેતો હતો તે કાચું હતું અને દિવાલો ફાટવા લાગી હતી. ઘરની હાલત જોઈને ઇન્દ્રજીતની માતા અને બહેન તેના નાનીના ઘરે ચાલ્યા ગયા. ઈન્દ્રજીત અભ્યાસને કારણે એજ ઘરમાં રહ્યો હતો. ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી.

ઇન્દ્રજીત જેમ તેમ આ ઘરમાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. ઇન્દ્રજીત જૂની બુકો ખરીદીને પોતાનો અભ્યાસ કરતો હતો. કારણ કે નવા પુસ્તકો ખરીદવા માટે તેમની પાસે પૈસા નહોતા. તેણે આમ જ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જ્યારે તે ગ્રેજ્યુએશન માટે દિલ્હી પહોંચ્યો ત્યારે તેના પિતાએ અભ્યાસ માટે ખેતર વેચવાનું નક્કી કર્યું. તે જમીન વેંચીને પણ પોતાના બાળકને ભણાવવા માંગતા હતા.

પહેલી વાર જ્યારે ઇન્દ્રજીત યુપીએસસીમાં સફળ ન થયો ત્યારે તેમના પિતાએ કહ્યું કે હજુ તો તારા અભ્યાસ માટે મે જમીન વેંચી છે પરંતુ આગળ જતા હું કિડની વેચીને પણ તને ભણાવીશ. તેના પિતાએ કહ્યું કે તું પૈસાની જરા પણ ચિંતા ન કરતો. જ્યારે બીજી વખત યુપીએસસીને પરીક્ષા આપી ત્યારે તેના પિતાનું બલિદાન અને ઇન્દ્રજીતની મહેનત સફળ રહી.

ઇન્દરજીત તેના વિસ્તારનો પહેલો યુવક હતો કે જેણે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. આઇપીએસ ઇન્દ્રજીત મહાથા અન્ય ઉમેદવારને કહે છે કે મજબૂત અને સખત સંઘર્ષ દ્વારા જ સફળતા પ્રાપ્ત થાય છે. દરેક લોકોને પોતાના સંઘર્ષનું ફળ મળે છે. યુપીએસસી પાસ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.