ભોળાનાથના આ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી સાપ આવીને કરે છે પૂજા, જાણી લ્યો આ ચમત્કારિક મંદિર વિશે

Religious

ભારતને મંદિરોનો દેશ માનવામા આવે છે. દેશભરમાં ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર ચમત્કાર થતાં જોવા મળે છે. કેટલીકવાર અહીંના મંદિરોમાં એવા ચમત્કારો થાય છે જે જેના વિશે જાણીને લોકો ચોંકી જાય છે. પરંતુ આ ચમત્કાર એવા પુરાવા આપે છે કે લોકોને માનવું જ પડે છે. આપણે સૌ જાણીએ છીએ ત્યાં સુધી દરેક મંદિરમાં પૂજારી દેવી દેવતાઓની પૂજા કરે છે.

પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં સાપ આવીને શિવજીની પૂજા કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવને સાપ સૌથી પ્રિય છે. તમે ભગવાન શિવની મૂર્તિઓ અથવા ફોટામાં જોઈ શકો છો કે સાપ શિવજીના ગળાની માળાની જગ્યાએ રહે છે, શિવજી ફક્ત તેમના ગળામાં સાપ રાખે છે. પુરાણો અનુસાર સાપને ભગવાન શિવના કંઠમાં સ્થાન મળ્યું છે.

આપણા ભારત દેશમાં નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુજી પણ શેષ નાગ પર સૂતા હોય છે. તેથી કહેવાય છે કે ભગવાનનો સાપ સાથે ખાસ સંબંધ છે. આજે અમે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં કોઈ પૂજારી નહી પરંતુ સાપ સ્વયં આવીને ભગવાન શિવજીની પૂજા કરે છે. આ પવિત્ર સ્થળ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલું છે. આ ગામનું નામ સલેમાબાદ છે.

શિવજીનું આ મંદિર ખૂબ પ્રાચીન છે. કહેવાય છે કે આ અત્યંત પ્રાચીન શિવ મંદિર ખૂબ ચમત્કારીક છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે શિવજીના આ મંદિરમાં કોઇ પૂજારી નહી પરંતુ નાગ પોતે આવીને શિવજીની પૂજા કરે છે. આ.મંદિરમાં છેલ્લા 15 વર્ષથી સાપ શિવજીની પૂજા કરવા માટે આવે છે. આ મંદિરે લોકો દૂર-દૂરથી ભગવાન શિવની ઉપાસના કરવા માટે આવે છે. આ મંદિરમાં સાપ આવવાથી લોકો ખુશ થાય છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરમાં સાપ દરરોજ આવે છે અને લગભગ 5 કલાક રહે છે અને શિવજીને નમન કરે છે. આ જોઈને લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે. લોકો આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડે છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે સાપ સવારે 10 વાગ્યે ભગવાન શિવના મંદિરમાં આવે છે અને બપોરે 3:00 વાગ્યા પછી આ મંદિરથી પાછો જતો રહે છે તથા જ્યાં સુધી સાપ આ મંદિરની અંદર રહે છે ત્યાં સુધી તે શિવલિંગની નજીક બેઠો રહે છે.

આ મંદિરમાં સાપનુ આવવું તે એક ચમત્કારિક વાત છે, અગત્યની વાત એ છે કે સાપથી ભક્તોને ડર પણ નથી લાગતો અને સાપ કોઈ પણ વ્યક્તિને નુકસાન પણ નથી પહોંચાડતો. લોકો કહે છે કે આજ સુધી આ સાપે કોઈને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચાડી નથી. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે સાપ ભગવાન શિવના આ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે.

જ્યાં સુધી આ મંદિરમાં સાપ રહે છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. સાપ ત્યાંથી 3:00 વાગ્યા પછી જતો રહે છે અને તે પછી જ ભક્ત ભગવાન શિવના દર્શન કરી શકે છે આટલા લાંબા સમય સુધી સાપનુ શિવલિંગ પાસે રહેવું તે ખુબજ આશ્ચર્યજનક છે. લોકો દૂર દૂરથી આ જોવા માટે આવે છે.

1 thought on “ભોળાનાથના આ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી સાપ આવીને કરે છે પૂજા, જાણી લ્યો આ ચમત્કારિક મંદિર વિશે

Leave a Reply

Your email address will not be published.