ધોધમાર વરસાદની વચ્ચે પોલીસકર્મીએ રખડતા કૂતરાને પોતાની છત્રી નીચે આપ્યો આશરો, લોકોએ ખૂબ કર્યા વખાણ

Story

વરસાદમાં તમામ આશ્રય સ્થાન શોધતાં હોય છે. માણસ દુકાનની બહાર, કોઈના ઘરની બહાર, વગેરે બહાર ક્યાંય જઈને વરસાદથી બચી શકે છે. પરંતુ પ્રાણીઓને કોઈ આશ્રય આપતું નથી. શેરીમાં ફરતા કૂતરાઓ, ગાયો હંમેશા વરસાદમાં ભીંજાયેલા જોવા મળે છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં ભારે વરસાદ વચ્ચે બે કૂતરાઓ વરસાદથી બચવા માટે ટ્રાફિક પોલીસની છત્રીનો સહારો લેતા જોવા મળે છે. 

હંમેશા આપણે પોલીસકર્મીઓને કડક માનીએ છીએ. પોલીસની ફરજ છે કે તેઓ લોકોની સેવા કરે અને ગુનેગારો સાથે મક્કમતાથી વ્યવહાર કરે, પરંતુ કેટલીક વાર આપણે જોઈએ છીએ કે ગુનેગારોની સાથે-સાથે પોલીસકર્મીઓ સામાન્ય લોકો સાથે પણ મજબૂત રીતે વર્તે છે કારણ કે તેમને આમ કરવાની આદત પડી જાય છે. પરંતુ કેટલીક વાર પોલીસ કર્મચારીઓ સંવેદનશીલતા વ્યક્ત કરે છે.

પોલીસ કર્મચારીઓની સંવેદનશીલતા માત્ર લોકો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ પ્રત્યે પણ દેખાય છે. રસ્તા પરના પ્રાણીઓ પ્રત્યે પોતાના મનની સંવેદના વ્યક્ત કરતી પોલીસ કોન્સ્ટેબલની તસવીર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે. તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એક પોલીસ કર્મચારી છત્રી લઈને ઊભો છે અને ત્રણ કૂતરાઓ પણ છત્રી નીચે ઉભા છે.

કોલકાતાના પોલીસ કોન્સ્ટેબલ તરુણ કુમાર મંડલે ઇન્સાનિયત ની નવી મિશાલ રજુ કરી. ઇસ્ટ ટ્રાફિક ગાર્ડનો સભ્ય, તરુણ પાર્ક સર્કસ ખાતે 7 પોઇન્ટક્રોસિંગ પર ફરજ પર હતો. કોલકાતામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.

તરુણ કુમાર તેની ફરજ પર હતો જ્યારે તેની નજર પાણીમાં ભીંજાયેલા કૂતરાઓ પર પડી ત્યારે તરુણ કુમાર તેની પાસે આવ્યો અને છત્રી લઈને ત્યાં ઊભો રહ્યો અને કૂતરાઓને વરસાદમાં ભીંજાતા બચાવ્યા.

Leave a Reply

Your email address will not be published.