30 વર્ષથી ગામમાં નહોતી આવતી એક પણ બસ, કલેક્ટર પહોચ્યા ગામમા અને પછી જે થયુ

Story

કોઈ પણ જગ્યાએ આવવા-જવા માટે વાહનનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે વાહનની કોઈ સુવિધા ન હોય ત્યારે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એવો જ સંઘર્ષ કરુપ્પમપલયમ ગામના લોકો કરી રહ્યા હતાં. તમિલનાડુના એક ગામ કરૂપ્પમપલયમ માં છેલ્લા 30 વર્ષથી કોઈ બસ આવી રહી ન હતી. પરંતુ હવે આ ગામમાં રાજ્ય પરિવહન નિગમે બસ સેવા શરૂ કરી દીધી છે.

ગામલોકો છેલ્લા 30 વર્ષથી તેની સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની પાસે બસ ન હોવાથી તેમને રોજ બે થી ત્રણ કિલોમીટર ચાલવું પડતું હતું. જિલ્લા કલેક્ટર ટી પ્રભુશંકરે આ સમસ્યાની નોંધ લીધી હતી. તે ગામલોકોને મળવા ગયા. ગામલોકોની મુશ્કેલીઓ સાંભળી અને તેમને સમાધાન કરવાનું વચન આપ્યું. ગામમાં બસ સેવા 5 દિવસ બાદ જ શરૂ કરવામાં આવી હતી.

કલેક્ટરના જણાવ્યા મુજબ આ અગાઉ બસ ગામમાં આવી ન હતી. એવામાં તેમણે ટીએનએસટીસી કરુર ડિવિઝન સાથે વાત કરી હતી. જનરલ મેનેજરે આ મુદ્દો થોડો વાંચ્યો અને પછી બસ સેવા શરૂ કરી.

હવે રોજ બે બસો આ ગામમાં આવશે. આ ગામમાં 220 પરિવારો રહે છે. મોટાભાગના ગામ લોકો કરુર શહેરમાં કામ પર જાય છે. આવી સ્થિતિમાં તેમને કલેક્ટર બસ સુવિધા શરૂ કરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.