અમદાવાદના કચોરીવાળા બાળકનો વિડીયો તો દેશભરમાં જોવાયો, પરંતુ તેની આ વાત ભાગ્યે જ કોઈ જાણતુ હશે

Story

સોશિયલ મીડિયામાં એક એવી તાકાત છે કે કોઈને પણ રાતો રાત સ્ટાર બનાવી શકે છે. રાનુ માંડલ અને બાબા કા ઢાબા તેનું એક મોટું ઉદાહરણ છે. ત્યારે હાલ એક 14 વર્ષના ટેણીયાની ખુબ જ ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેની મદદ માટે લોકોનું ઘોડાપુર પણ ઉમટી પડ્યું છે.

કોરોના મહામારી દરમિયાન ઘણા લોકોના નોકરી રોજગાર છીનવાઈ ગયા, ઘણા લોકો આ સમય દરમિયાન બેકારીનો પણ ભોગ બન્યા આવા સમયે પરિવારના સભ્યોનું ભરણ પોષણ કરવું પણ ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે હાલ કોરોનાનો પ્રકોપ ઓછો થતા વેપાર ધંધા પણ શરૂ થયા છે અને ઘણા લોકો માથે આવી પડિલેઈ મુસીબતનો સામનો કરવામાં લાગી ગયા છે.

ત્યારે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી એક 14 વર્ષના બાળકનો વીડિયો સામે આવ્યો હતો જે પોતાના પરિવારને મદદ કરવા માટે માત્ર 10 રૂપિયામાં કચોરી વેચી રહ્યો હતો. આ બાળકનો વીડિયો કોઈએ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેના બાદ લોકો તેને મદદ માટે આગળ આવી રહ્યા છે.

એક્ટિવા પર આવીને કચોરી વેચી રહેલા આ બાળકની લારી ઉપર લોકોના ટોળા ટોળા ઉમટી રહ્યા છે. આ બાળકનું નામ છે તન્મય અગ્રવાલ. જે છેલ્લા બે વર્ષથી સમોસા, કચોરી વેચી રહ્યો છે. સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થવાની સાથે લોકોની સાથે જ ઘણી જ સામાજિક સંસ્થાઓ પણ સામે આવી રહી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે 14 વર્ષનો તન્મય કચોરી બનાવી રહ્યો છે.

તે માત્ર 10 રૂપિયામાં દહીં કચોરી વેચી રહ્યો છે. આ વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું હતું કે તન્મય તેના પરિવારને મદદ કરવા માટે દહીં કચોરી વેચી રહ્યો છે. તન્મય મણિનગર રેલવે સ્ટેશન પાસે કચોરી વેચતો હતો, અને તેને મદદ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.

અમદાવાદમાં હાલમાં જ ઇન્ટરનેટ પર આ બાળક સમોસા અને દહીં કચોરી વેચતો હોવાનો વિડીયો અચાનક જ વાયરલ થયો હતો. એ સમયે છેલ્લા બે દિવસથી અનેક લોકોએ આ વિડ્યોને શેર કર્યો હતો. અમદાવાદ શહેરના મણિનગર રેલવે સ્ટેશન પર 14 વર્ષનો બાળક પરિવારને મદદ કરવા ફક્ત માત્ર 10 રૂપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે.

લોકોને મદદ કરવા માટે હાલ ઇન્ટરનેટ પર અપીલ કરી રહ્યાં છે. અમદાવાદના આ બાળકના વિડીયોની નોંધ ટીવીના ફેમસ એક્ટર જય ભાનુશાલીએ પણ લીધી હતી.અને તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગઈ કાલે એટલે કે ગુરુવારે આ વીડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હું આવતીકાલે શો માટે અમદાવાદ જવાનો છું. હું ચોક્કસ આ ૧૪ વર્ષના છોકરાને મળીશ અને તેની કચોરી ખાઈશ’.

તન્મય અગ્રવાલનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. તેનો આખો પરિવાર દિવસે કચોરી અને સમોસા બનાવે છે, અને પછી સાંજે મણિનગર રેલવે સ્ટેશનની બહાર એક્ટિવા પર સમોસા-કચોરી વેચવા બેસે છે. એકાએક ઉમટી પડેલા ગ્રાહકોથી તેના પરિવારની ખુશીનો પાર નથી રહ્યો. એક જ દિવસમાં એટલી કમાણી થઈ કે, તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.

તનમય અગ્રવાલના પપ્પા દિલીપ અગ્રવાલની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેથી તેમણે પહેલા તો સિંધી માર્કેટમાં કચોરી સેલ કરવાનું ચાલુ કર્યું પછી તે મણિનગર વિસ્તારમાં આવ્યા અને અહી તેમણે કચોરી વેચી. 1 કચોરી ના 10 રૂપિયા લેખે તેમને વેચાણ શુરૂ કર્યું.જે ફેમસ થઈ ગયું. જે બાદ રોજ દિવસ અને રાત જોયા વગર તે કચોરી વેચે છે.

તનમયના મમ્મી શ્વેતા અગ્રવાલ પણ પરિવાર સાથે સંઘર્ષમાં અગત્યનો ભાગ ભજવે છે જ્યારે પપ્પા દિલીપ પણ આર્થિક પરિસ્થતિ સામે લડે છે. ત્યારે 13 વર્ષ ના તનમ્ય તમામ માટે મિશાલ બન્યો છે.જેને કારણે તે લોકોનો ફેવરિટ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.