તાજેતરમાં સૌરાષ્ટ્રમાં આવેલા વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતો સામે અસરગ્રસ્ત લોકોને નવા ઘર બનાવી આપવાનું કામ ખૂજરભાઈ ફેમ નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની કરી રહ્યા છે. ખૂજરભાઈ ઉર્ફે નીતિન જાનીએ અને તેમના ભાઈ તરુણ જાનીએ સૌરાષ્ટ્રના છેવાડાના ગામડામાં રહેતા અનેક ગરીબ લોકોને નવા માકોનો બનાવી આપ્યા છે.
મૂળ બારડોલીના રહેવાસી ખજુરભાઈના આ કર્યો વિષે જાણીને સૌ કોઈ લોકો તેમને ખુબ જ અભિનંદન આપી રહ્યા છે. ખજુરભાઈએ અનેક લોકોને નવા મકાન તો બનાવી આપ્યા પરંતુ શું તમે જાણો છો કે ખજુરભાઈ પોતે કેવા મકાનમાં રહે છે. જો નહીં તો આજે અમે તમને ખુજરભાઈ ઘર વિષે જણાવીશું. મિત્રો ખજુરભાઈ એક હાઈ ફેસિલિટી ધરાવતા લકઝરી બંગલામાં રહે છે.
ખજુરભાઈનો જન્મ 1985 બ્રોડોલીમાં થયો હતો. એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ વર્ષ 2012 માં તેમને એક આઇટી કંપની થકી બિગ બોસમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત તેઓએ ઝલક દિખ લાજા, કૌન બનેગા કરોડપતિ અને ઇન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી શો માં પણ કામ કર્યું છે.
બારડોલીમાંથી શાળાકીય અભ્યાસ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેઓ હાલ તેઓ ખજુરભાઈ નામની યુટ્યુબ ચેનલ પર લોકોને મનોરંજન પૂરું પડી રહ્યા છે. તેઓએ પુણેમાંથી માસ્ટર ડિગ્રી અને એમબીએ પૂર્ણ કર્યા બાદ એક આઇટી કંપનીમાં થોડા સમય માટે નોકરી પણ કરી હતી.
જો કે બાદમાં આઇટી કંપનીની સીતેર હજાર રૂપિયા પગારની નોકરી છોડીને ખજુરભાઈએ પોતાના પેશન્સ એક્ટિંગ કરવાના સપનાને ફોલોવ કર્યું અને આજે તેઓ ગુજરાતની સૌથી અગ્રીમ મનોરંજનની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે.