અધધ આટલા કરોડ રૂપિયા પગાર લે છે આમિર ખાનનો બોડીગાર્ડ, જાણીને દંગ રહી જશો

Facts

ક્યારેક કેટલીક વાતો જાણ્યા પછી માત્ર એટલું જ કહેવાનું મન થાય છે કે, ‘ઓહ… ભાઈ મારો… મુજે મારો’! ટેંશન ન લો અત્યારે તમારી સાથે આવું જ કંઈક થવાનું છે. જ્યારે તમે જાણશો કે બોલિવૂડ પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાનના બોડીગાર્ડનો પગાર કેટલો છે, ત્યારે તમારી સાથે પણ એવું જ થશે. આપણે ભણવામાં લાખોનો ખર્ચ કર્યા પછી પણ એટલું નથી કમાઈ શકતાં, જેટલું આમિર ખાનના બોડીગાર્ડ્સ એક મહિનામાં કમાઈ છે.

આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે. યુવરાજ 24 કલાક આમિરની સિક્યોરિટીમાં રોકાયેલો રહે છે. આમિર ખાનના સિક્યોરિટી ગાર્ડનો વાર્ષિક પગાર બે કરોડ રૂપિયા છે. જો તમને એવું લાગતું હોય કે તમે ખોટી રકમ વાંચી છે, તો જણાવી દઈએ કે તમારે કોઈ વાંચવામાં કોઈ ભૂલ થઈ નથી. કંપનીના સીઈઓને પણ એટલો પગાર નહીં હોય જેટલો આમિર ખાન તેમના સિક્યોરિટી ગાર્ડને ચૂકવી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન યુવરાજ ઘોરપડેએ કહ્યું હતું કે, તેના જીવનમાં એક વળાંક આવ્યો હતો. જ્યારે તેને મજબૂરીમાં સ્કૂલ છોડવી પડી હતી. તે પછી તેણે બોડી બિલ્ડિંગમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોયુ, જે શક્ય ન હતું. તે નવ વર્ષ પહેલા એક અધૂરા સ્વપ્ન સાથે એસ સિક્યોરિટીમાં જોડાયો હતો અને આજે તે આમિર ખાનની સુરક્ષા કરી રહ્યો છે.

આમિર ખાનના વિશ્વભરમાં લાખો ચાહકો છે. આમિરની લોકપ્રિયતા તેને ઘણા લોકોથી પણ જોખમમાં પણ મૂકે છે. તેથી યુવરાજ હંમેશા આમિર સાથે તેની ઢાલ તરીકે રહે છે.

યુવરાજ કહે છે કે તેના ઘણા મિત્રોને ઈર્ષા થાય છે કે તે આટલા મોટા વ્યક્તિત્વ સાથે રહે છે. યુવરાજ પાસે આ નોકરીમાં જેટલા પૈસા મળે છે તેટલા જ તે સંઘર્ષ કરે છે. યુવરાજ પાસે પરિવાર માટે સમય નથી અને તેણે નોકરી માટે તેના પરિવારથી દૂર રહેવું પડે છે.

Leave a Reply

Your email address will not be published.