ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ, આ જિલ્લાઓમાં થશે મેઘતાંડવ

Weather

ગુલાબ વવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ મજબૂત રીતે સક્રિય થયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદી માહોલ બન્યો છે. અનેક જળાશયોમાં વરસાદના નવા નીર ભરાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામા આવ્યું છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ સાયકલોનીક સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે નજીક છે. જે આવતી કાલ સવાર સુધીમાં ખંભાતના અખાત તરફ આગળ વધશે. આ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ વધુ મજબૂત થશે. જેથી આગામી24 કલાકથી લઈને 48 કલાક દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

આ આબોહવકીય ફેરફારની સૌથી વધુ અસર અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામ નગર અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ થવાના એંધાણ છે. છેલ્લા પંદર દિવસમાં થયેલા વરસાદને કારણે રાજ્યના ખાલી પડેલા જળાશયો નવા વરસાદના પાણીથી ભરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટી ઉપર આવી છે. ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદીમાં બે કાંઠે પાણી જી રહ્યું છે અને પાણીના વેગમાં પણ વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.