ભારે વરસાદને કારણે સાત માળનું બિલ્ડીંગ પાંચ સેકન્ડમાં ધરાશાયી થયું, ઘટનાને નજરે જોનારા કંપી ઉઠ્યા

India

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે ગુરુવારે સાંજે એક બહુમાળી ઇમારત ધરાશાયી થઇ હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટના શિમલામાં હાલી પેલેસ નજીક ઘોડા ચોકી ખાતે સાંજે ૫પંચ કલાકે અને 45 મિનિટના અરસામાં બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાની હતી હોવાના અહેવાલ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે લોકો બિલ્ડિંગના પતન પહેલા જ નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ઊંચી ઇમારત માત્ર છ થી સાત સેકન્ડમાં તૂટી પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે મકાન સાત માળનું હતું અને ભૂસ્ખલનને કારણે તેનો પાયો તૂટી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પરદેશમાં ભારે વરસાદ થવાને કારણે અવારનવાર ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે. ભૂસ્ખલન થવાને કારણે મકાનો ધરાશાયી થવા કે રસ્તાઓ બ્લોક થઇ જવા હિમાચલ પરદેશમાં સામાન્ય બન્યું છે. ત્યારે તાજેતરમા સાત માલની બિલ્ડીંગ ભૂસ્ખલનને કારણે ધરાશાયી થઈ છે.

Leave a Reply

Your email address will not be published.