24 કલાકમાં સક્રિય થશે શાહીન વાવાઝોડુ, આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ

Weather

બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડાએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 24 કલાકની અંદર વાવાઝોડું કચ્છના અખાત પરથી પસાર થશે અને પાકિસ્તાનના માકરમ તરફ આગળ વધશે. આ દરમિયાન આ વાવાઝોડું નવું સ્વરૂપ ધારણ કરશે. જે શાહીન વાવાઝોડા તરીકે ઓળખાશે.

ચાલીસ વર્ષ બાદ આવી ઘટના જોવા મળી રહી છે કે, જેમાં એક વાવાઝોડુ સ્વરૂપ ધારણ કરીને બીજા વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વાવાઝોડાની અસરના પગલે આવતી કાલ સવાર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કાલે સવારે ગુલાબ વાવાઝોડું શાહીન વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ દરમિયાન સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે પવન ફૂંકાશે. સાથોસાથ દરિયાકાંઠાના વિસ્તારો.આ અતિભારે વરસાદ પડશે .મહત્વનું છે કે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયુ છે. દરમિયાન હવે વાવાઝોડું આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં ખૂબ સારો વરસાદ થતાં જળાશયો નવા પાણીથી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો 90 ટકાથી વધુ ભરાઈ ગયા છે. દરમિયાન હવે શાહીન વાવાઝોડાને કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.