દુનિયા રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યો એવા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવું જ એક ભૂતકાળનું રહસ્ય છે જે હાલમાં મળેલા પુરાવાથી મજબૂત બન્યું છે. હકીકતમાં કેટલાક હજાર વર્ષ પહેલાં સેન્ટ્રલ અમેરિકાના હોન્ડુરસમાં એક એવું શહેર હતું, જે તે દિવસોમાં સૌથી સમૃદ્ધ શહેર ગણાતું હતું. ગાઢ જંગલો અને પર્વતો વચ્ચે છુપાયેલું આ શહેર ખૂબ પ્રખ્યાત હતું.
કહેવાય છે કે શહેરના કેટલાક લોકોએ શહેરના દેવતાનું અપમાન કર્યું હતું, જેને મંકી ગોડ કહેવામાં આવે છે. એવામાં દેવતાઓએ શહેરને શ્રાપ આપી દીધો. જેના કારણે એક રાતમાં આખું શહેર અદૃશ્ય થઈ ગયું.
12 જુલાઈ, 1940 ના રોજ આ શહેરની શોધ કરવામાં આવી હતી. સંશોધક મોર્ડનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. તેના સાથીઓએ જણાવ્યું કે તે એક એવું શહેર કે ગામ હતું કે ત્યાંના દેવતાં વાનર જેવા દેખાતા હતા. સોશિયલ મીડિયાની જાણકારી અનુસાર, મોર્ડેએ જગ્યાનું નામ ‘લાસ્ટ સીટી ઓફ મંકી ગોડ’ જણાવ્યું હતું.
અહીંની દિવાલો સફેદ આરસના પથ્થરોથી બનેલી હતી. લોકો સાથે વાતચીત કરતા અને જાણકારી મેળવતા ખબર પડી કે અહીં એક એવી પ્રજાતિ વસતી હતી કે જેના દેવતા એક વાનર જેવા દેખાતાં હતાં. મોર્ડે તેની શોધની બધી બાબતો વિગતવાર જણાવી નહોતી. તેણે શોધેલાં વાઈટ સિટીનો માર્ગ પણ જણાવ્યો નહોતો.
રામાયણના કિશકિન્ધા કાંડ મુજબ, એકવાર હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજને મળવા પાતાળલોક ગયા હતા. હાલમાં પાતાળલોકને મધ્ય અમેરિકા અને બ્રાઝીલનો જ એક ભાગ માનવામાં આવે છે. હનુમાનજીએ પાતાળના રાજા સાથે ઉગ્ર લડાઈ કરી અને રાજાને મારી નાખ્યો. પછી હનુમાનજીએ મકરધ્વજને પાતાળનો રાજા બનાવ્યો. ત્યાંના લોકો મકરધ્વજને ભગવાન જાણી પૂજા કરવા લાગ્યા હતા.