લાંબા સમયથી નથી મટતી ઉઘરસ, તો અપનાવો આ રામબાણ ઘરેલુ ઉપાય

Health

ઉધરસ જેવી સમસ્યા આપણને દરરોજ પરેશાન કરે છે. મિત્રો ગમે તેવી ઉધરસ થઈ હોય તો તેના માટે ઘરગથ્થુ ઉપાય એ ખૂબ જ જરૂરી છે. કફવાળી ઉધરસ થઈ હોય કે સૂકી ઉધરસ થઈ હોય તે આ ઘરગથ્થુ ઉપચારથી મટી જાય છે. ઉધરસ થઈ ગઈ હોય તો તેની ટેબ્લેટ કે સીરપ આપણે તરત લેવાની શરૂ કરીએ છીએ. પરંતુ તે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી આપણે કોઈપણ પ્રકારની સીરપ કે ટેબ્લેટ લેવાથી બચવું જોઈએ. આજે અમે તમને જે ઘરેલુ ઉપાય બતાવીશું તે ઘરેલું ઉપાયથી તમને ઉધરસમાંથી સંપૂર્ણ રાહત મળશે.

સૂકી ઉધરસ હોય કે પછી કફથી ભરેલી ઉધરસ હોય તો પણ તમને આ ઉપાયથી તરત જ મટી જશે. હાલ કોરોના વાયરસના વાતાવરણની સ્થિતિમાં શરદી અને ઉધરસ થવી એ ગંભીર વાત છે. મિત્રો આપણે આજે કાયમી ઉધરસ મટાડવા માટેના ઉપાય જાણીશું.

આ માટે તમારે અજમો, ગોળ અને હળદરની જરૂર પડશે. આ માટે સૌપ્રથમ અજમાને હળદર અને મીઠાવાળા પાણીમાં પલાળવાં અને ત્યારબાદ તડકામાં મૂકીને સુકાવા દો. સુકાઈ ગયા બાદ અજમો અને હળદરને મિક્સ કરીતે દો. હવે તેને કોઈ પાત્રમાં લઈ લો.

મિત્રો રાતના સૂતા પહેલા આ અજમો અને દેશી ગોળ થોડો-થોડો ખાઈ લેવાનો છે. એક ચમચી અજમો અને અડધી ચમચી ગોળ ચાવી ચાવીને ખાવાનો. બાદમાં એક ગ્લાસ ગરમ પાણી પીવાનું. આમ કરવાથી ગમે તેવી ઉધરસ થઈ હશે તો તમે તેમાંથી રાહત મેળવી શકો છો. આ ઉપરાંત અજમો અને ગોળ અને કૃમિનાશક છે. આ ઉપાયથી માત્ર આઠ દિવસમાં ઉધરસ મટી જાય છે. આ દેશી ઉપચાર તમારી ઉધરસ મટાડી દેશે અને તમારે દવા લેવાની પણ જરૂર નહિ પડે.

Leave a Reply

Your email address will not be published.