વેચવા જઈ રહ્યું છે દુનિયાનું સૌથી સુંદર ઘર, પહેલીવાર સામે આવી તસવીરો

Facts

કેલીફોર્નિયાના સુંદર પહાડોની વચ્ચે બનેલા ઘર ‘The One’ ને દુનિયાના સૌથી સુંદર ઘરોમાંનું એક માનવામાં આવે છે. આ ઘર 10,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ ઘરની આસપાસ હોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ રહે છે. પરંતુ હવે આ ઘર વેચાવા જઈ રહ્યું છે ત્યારે આ આલીશાન મકાનની ખુબજ ચર્ચાઓ થઈ રહી છે.

કેલીફોર્નિયાની પહાડીયોના આવેલા આ આલીશાન ઘરના માલિક પર 165 મિલિયન ડોલર એટલે કે લગભગ 1 ખરબ 2 અબજ 2 કરોડ ડોલરનું દેવું થઈ ગયું છે. આ દેવું ચૂકવવા માટે તે વ્યક્તિ આલીશાન ઘર વેચવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ આલીશાન ઘરની ચર્ચા સમગ્ર વિશ્વમાં શરૂ થઈ ગઈ છે.

આ ઘરની ડિઝાઇન આર્કિટેક્ટ પોલ મેકલીન દ્વારા કરવામાં આવી હતી. ઇન્ટિરિયર ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા નાઇલ નિયામી દ્વારા આલીશાન ઘરની ડિઝાઇન કરવામાં આવી છે. આ ઘરની ડિઝાઇન કરવામાં તેમને 7 વર્ષ લાગ્યા હતા. ઘરના માલિકે પહેલી વાર ઘરની તસવીરો શેર કરી છે. માલિકને આશા છે કે ઘર જોઈને ખરીદદારો મળી જશે.

તમને જણાવી દઈએ કે આ પહેલાં મોંઘું ઘર World Most Expensive House કહેવાય છે, તેને સાઉદી રાજકુમાર ખરીદી ચુક્યા છે. તેઓએ તેને 300 મિલિયન ડોલર એટલે કે 22 અરબ 25 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે આ ઘર રાજકુમારે ખરીદ્યું ત્યારે લોકો આલીશાન ઘર વિશે ખૂબ ચર્ચા કરી રહ્યા હતા.

બીજી તરફ અમેરિકાના સૌથી મોંઘા ઘર તરીકે પેન્ટહાઉસ કેન ગ્રિફિને મેનહટનમાં 238 મિલિયન ડોલર ચૂકવીને ખરીદ્યું હતું. તેમજ ચીનમાં એક ઘર 275 મિલિયન ડોલરમાં વેચાયું હતું. આમ જ્યારે પણ આલીશાન મકાન વેચાવા જઈ રહ્યું હોય ત્યારે તેના વિશે ખૂબ ચર્ચાઓ થતી હોય છે. આ મકાનની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.