6500 રૂપિયાના પગારમાં નોકરી કરનાર સુરતના આ પાટીદાર યુવાને ઉભી કરી દીધી કરોડોની કંપની, આજના યુવાનોએ શીખવા જેવું

Story

મિત્રો કહેવાય છે ને કે જે વ્યક્તિના સપના ઊંચા હોય છે અને મહેનત કરવાની ધગશ હોય છે, તે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડીને સફળતા પ્રાપ્ત કરે છે. આવી જ કહાની છે સુરતના નવ યુવાન બિઝનેસ મેન કૃણાલ રૈયાણીની. જે યુવાન પાસે એક સમયે ધંધો શરૂ કરવા માટે લાખ રૂપિયા પણ ન હતા તેને આજે વાર્ષિક દસ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની ઉભી કરી નાખી.

દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે, પરંતુ આ મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે કેટલાક લોકો પોતાનું જીવન ટૂંકાવે છે અને નસીબને દોષ આપે છે. બીજી તરફ કેટલાક લોકો સમજણ સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે એક સમયે માત્ર છ હજાર રૂપિયામાં કામ કર્યું હતું, પરંતુ આજે તેના ઉચ્ચ મનોબળ અને મહેનતથી તે દસ કરોડની કંપનીનો માલિક બની ગયો છે. આ માણસની મુસાફરી બિલકુલ સરળ નહોતી.

આજે અમે તમને સુરતના જાંબાજ યુવાન કુણાલ રૈયાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કુણાલ આજે સફળ ઉદ્યોગપતિ છે પરંતુ તેમણે આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. કુણાલના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા. કૃણાલે વર્ષ 2015 માં એન્જિનિયરિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે માર્કેટિંગની નોકરી શરૂ કરી હતી. જ્યાં તેમને મહિને માત્ર 6500 રૂપિયા ચૂકવવામાં આવતો હતો.

કુણાલ ઇ-કોમર્સનો ધંધો શરૂ કરવા માંગતો હતો. પરંતુ કુણાલ પાસે ધંધો શરૂ કરવા માટે પૂરતા પૈસા નહોતા. કુણાલના ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. કુણાલને ઘણા મિત્રો અને સંબંધીઓની અપેક્ષા હતી પરંતુ તેને નિરાશા જ મળી. ત્યારબાદ કૃણાલના મામાએ તેને બે લાખ રૂપિયા આપ્યા હતા. જેના કારણે કૃણાલે પોતાનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ કુણાલે આ વ્યવસાયમાં પોતાના અનુભવનો ઉપયોગ કર્યો અને તેના વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ ગયો.

જ્યારે કૃણાલે કંપની શરૂ કરી ત્યારે પહેલા વર્ષમાં કુણાલની કંપનીનું ટર્નઓવર ત્રીસ લાખ રૂપિયા હતું. પરંતુ આજે આ ટર્નઓવર વાર્ષિક દસ કરોડ સુધી પહોંચી ગયું છે. પોતાના આ કામથી કૃણાલે અનેક લોકોને રોજગારી આપવાનું પ્રશંસનીય કાર્ય પણ કર્યું છે. કુણાલે આજે ઈ-કોમર્સ ક્ષેત્રે નિપુણતા મેળવી છે. કુણાલે 100 થી વધુ લોકોને તાલીમ પણ આપી છે. કુણાલ ભારત તેમજ વિદેશમાં પણ બિઝનેસ કરી રહ્યો છે.

આમ મિત્રો જે વ્યક્તિના સપના બુલંદ હોય છે તે જરૂર સફળતા પ્રાપ્ત કરે છે. એક સામાન્ય પગારમાં નોકરી કરનાર વ્યક્તિ પણ જો પોતાના વિઝન સાથે આગળ વધે તો સફળતાનાં અનેક શિખરોને સર કરી શકે છે. કૃણાલ રૈયાણી આજે દેશના અનેક નવયુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે.

Leave a Reply

Your email address will not be published.