કોલેજ અધૂરી મુકીને શરૂ કર્યું સ્ટાર્ટ અપ, આ પાટીદાર યુવાન આજે ભારતના અમીરોની યાદીમાં શામેલ થયો

Story

23 વર્ષની ઉંમરમાં બધા જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને, થોડા સીરીયસ થઇને પોસ્ટ ગ્રેજ્યુએશન વિશે વિચારે છે. પરંતુ કેટલાક યુવાનો ખૂબ જ અલગ હોય છે જેમનું નામ આટલી નાની ઉંમરમાં ચમકી ગયું છે. જેમ કે શાશ્વત નાકરાણી. પહેલા તમને જણાવી દઈએ કે તેમની ચર્ચા કેમ થઇ રહી છે.

ભારતના સૌથી ધનિક લોકોની સૂચિ તાજેતરમાં બહાર પાડવામાં આવી છે. તેને આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 (IIFL Wealth- Hurun India Rich List 2021) દ્વારા પ્રકાશિત કરાઈ છે. તેમાં 23 વર્ષીય શાશ્વત નાકરાણીનું પણ નામ છે.

આ યાદીમાં વિશ્વના સૌથી ધનિક લોકોમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ છે. મુકેશ અંબાણી પહેલા નંબર પર છે. પરંતુ આજે અમે જણાવીશું આ યાદીમાં શામેલ શાશ્વત નાકરાણીની કહાની.

આજથી ચાર વર્ષ પહેલાની વાત છે. ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી. તે જ સમયે શાશ્વતે ભારત પે ની સ્થાપના કરી હતી. તે વખતે IIT દિલ્હીમાં તે ત્રીજા વર્ષનો અભ્યાસ કરી રહ્યા હતા. વર્ષ 2015 માં તેણે આઈઆઈટીમાં એડમિશન લીધું હતું. તે ટેક્સટાઇલનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્રણ વર્ષ પછી તેને ડ્રોપઆઉટ કરવું પડ્યું.

BharatPe ની જો વાત કરીએ તો તેમાં એક QR કોડ દ્વારા પેમેન્ટ એપ જેવા PayTm, Phone Pe, Google Pe જેવા જ 150 થી વધારે યુપીઆઈ એપ દ્વારા પૈસા પ્રાપ્ત કરી શકાય છે.

શાશ્વત નું નામ youngest richest self made ની લિસ્ટમાં દાખલ થયું છે. તેમાં એવા લોકોનું નામ આવે છે જેઓ પોતાના દમથી એક ઊંચી સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યા છે. 22 વર્ષની ઉંમરમાં તે ફિનટેક સ્પેસ ઇન ઇન્ડિયાના સૌથી યંગ કો ફાઉન્ડર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.