કોશિશ કરવાવાળા અને સખત મહેનત કરવાવાળા બંનેની હાર થતી નથી. આ વાત સાબિત કરી રહ્યો છે તેલંગાણાનો એક બાળક. જેને હાલમાં બધા સલામ કરી રહ્યા છે. તેલંગાણાના જગતિયાલનો રહેવાસી જય પ્રકાશ શાળાએ જાય છે પરંતુ તે પહેલાં તે સવારે બધાના ઘરમાં ન્યૂઝ પેપર પહોંચાડવાનું પણ કામ કરે છે.
આ બાળક અભ્યાસ અને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો તેલંગાણાના મંત્રી કે ટી રામા રાવે ટ્વિટર પર શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, જગતિયાલ શહેરના આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા. સરકારી શાળામાં અભ્યાસ કરતા આ બાળકનું નામ જય પ્રકાશ છે. આ બાળકમાં જે આત્મવિશ્વાસ અને યોગ્ય વિચાર છે તે પ્રશંસનીય છે. બાળક કહે છે કે, કામ કરતા કરતા ભણવામાં શું નુકસાન છે? આનાથી તેનું ભવિષ્ય સુરક્ષિત થશે.
વીડિયોમાં તેલુગુમાં વાત કરવામાં આવી છે અને બાળકને પૂછવામાં આવી રહ્યું છે કે તે શું કામ કરે છે. બાળક કહે છે કે કામ અને અભ્યાસ બંને સાથે કરવામાં કોઈ નુકસાન નથી.
ટ્વિટર પર ટ્વિટ થતાં જ આ વીડિયો વાયરલ થયો હતો. તે હવે ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવ્યું છે. આ વીડિયોના 199,300 વ્યૂઝ છે, જ્યારે તેને 3077 વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 20,000થી વધુ લાઇક્સ છે.