પિતા બુટ ચપ્પલ વેચીને બન્યા IAS અધિકારી, આ કલેક્ટરની કહાની તમને રડાવી દેશે

Story

IAS શુભમ ગુપ્તાએ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમને જણાવી દઈએ કે શુભમ એક સમયે દુકાને બેસીને બુટ-ચંપલ વેચતો હતો. એ સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ છોકરો મોટો થઈને એક દિવસ કલેક્ટર બનશે, પરંતુ હકીકતમાં શુભમે તે કરીને દેખાડ્યું. તેણે મહેનતથી પોતાનું નસીબ લખ્યું અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને તેના પરિવારને ગૌરવ આપાવ્યું.

હાલ શુભમ ગુપ્તા મહારાષ્ટ્ર કેડરના આઈએએસ અધિકારી છે. શુભમ ગુપ્તા મૂળ રાજસ્થાનના છે. 11 ઓગસ્ટ, 1993 ના રોજ તેમનો જન્મ સિકર જિલ્લાના ભૂડોલી ગામમાં રહેતા એક સામાન્ય પરિવારમાં થયો હતો. પિતા અનિલ ગુપ્તાએ તેમને સામાન્ય બાળકોની જેમ ઉછેર્યા. તેઓ આર્થિક રીતે વધુ સમૃદ્ધ નહોતા. કોન્ટ્રાક્ટરની કામગીરીથી તેનું ઘર યોગ્ય રીતે ચાલતું હતું.

પરંતુ તેના કામ પર કોઈની નજર પડી. શુભમ જયારે સાતમા ધોરણમાં ભણતો હતો, ત્યારે આવકના અભાવે તેના પિતાને રાજસ્થાનથી મહારાષ્ટ્ર આવવું પડ્યું હતું. મહારાષ્ટ્ર આવ્યા પછી તેમણે પાલઘર જિલ્લાના દહાણુ રોડ પર બુટની દુકાન ખોલી, જ્યાં શુભમ તેમના પિતાની મદદ કરવા માટે શાળાએથી છૂટીને આવતા હતા.

અહેવાલો અનુસાર સાંજે 4 થી રાતના 9 સુધી દુકાનની સંપૂર્ણ જવાબદારી શુભમના ખભા પર રહેતી હતી. તેને નાની ઉંમરે આ રીતે કામ કરતા જોવાવાળા ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ છોકરો મોટો થઈને આઈએએસ અધિકારી બનશે. પરંતુ તેઓ કહે છે કે જે લોકો સખત મહેનત કરે છે તેઓ ક્યારેય હારતા નથી.

શુભમ સાથે પણ આવું જ થયું. તેમણે કામ સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી વર્ષ 2012-2015 માં બીએ કર્યું અને ત્યારબાદ એમએ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાને યુપીએસસી માટે તૈયાર કર્યા હતા અને ચોથા પ્રયાસમાં સફળતા મેળવી હતી. આજે તેઓ દેશના જાણીતા IAS અધિકારી છે. ખુબ મહેનત કરીને તેમણે આ સફળતા હાંસલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.