પિતાએ જમીન ગીરવે મૂકી, મજૂરી કરીને બાળકોને ભણાવ્યા આજે ત્રણેય દીકરા પાયલોટ બન્યા

Story

દુનિયામાં કેટલાક એવા લોકો છે જે ખુબ જ મહેનત કરીને જીવનમાં સફળ થતા હોય છે. પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ કડી મહેનતથી કેટલાક લોકો સફળતા પ્રાપ્ત કરે છે. લોકો આવા વ્યક્તિઓની ખુબ જ પ્રશંસા કરે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે પોતાના બાળકોને ભણાવવા માટે ખુબ જ મહેનત કરી અને આજે તેમના પુત્રોએ ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

દોસ્તો જો કોઈ પણ વ્યક્તિ પોતાનું લક્ષ્ય નક્કી કરી લે, તો તેને પોતાના લક્ષ્ય સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. તે પોતાની જાતને ઘસીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. જો કોઈ દ્રઢ નિશ્ચય કરી લે તો તે અશક્યને પણ શક્ય કરી શકે છે. મધ્યપ્રદેશના અમૃતલાલે સાબિત કર્યું કે કશું અશક્ય હોતું નથી. જો કોઈ વ્યક્તિ નક્કી કરે તો તે સૌથી મુશ્કેલ લક્ષ્ય હાંસલ કરી શકે છે.

મોરેનાના રહેવાસી અમૃતલાલ એક સમયે મજૂરી કરતા હતા. તેમની પાસે તેમના બાળકોને સારી રીતે શિક્ષિત કરવા માટે પૂરતા પૈસા ન હતા, પરંતુ તેઓએ હાર માની નહીં. પોતાના પુત્રોને ભણાવવા માટે તેણે મહેનત-મજૂરી કરી, રૂપિયા ઉધાર લીધા, તેની જમીન પણ ગીરવે મૂકી દીઘી હતી. જેના પરિણામો આજે બધાની સામે છે. આજે અમૃતલાલની મહેનતને કારણે તેમના ત્રણેય પુત્રો પાઇલટ છે.

અમૃતલાલ પોતાના બાળકોને ભણાવવા માટે ખુબજ મહેનત કરી. આજે તેમનો મોટો પુત્ર અજય હવે સસ્તી ફ્લાઇટ સિમ્યુલેટર બનાવવા માટે કામ કરી રહ્યો છે, જેથી ગરીબોના બાળકો પાઈલટ બનવાનું સપનું જોઈ શકે. જ્યારે તેના બંને નાના પુત્રો સારી નોકરી કરી રહ્યા નચે અને તેમન પિતાનું નામ રોશન કર્યું છે. અમૃતલાલના સમર્પણને સલામ છે.

Leave a Reply

Your email address will not be published.