કૌન બનેગા કરોડપતિની તેરમી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળેલી સ્પર્ધક રશ્મિ કદમ હાલ ખુબ ચર્ચામાં છે. એક સમયે રશ્મિના પિતા અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ હતા. બિગ બી સાથે ફરી એકવાર ફોટો પાડવાની તેમની હંમેશા ઈચ્છા હતી, જે તેમની દીકરીના કારણે પૂરી થઈ છે. મળતી માહિતી મુજબ આશરે 30 વર્ષ પહેલા 1992 ના વર્ષમાં રશ્મિના પિતા રાજેન્દ્ર બિગ બી અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ હતા.
તે સમયે તેની પાસે કેમેરા વાળો ફોન નહોતો, તેથી તે અમિતાભ સાથે ફોટો લઈ શક્ય ન હતા. કેબીસીના મંચ પર રશ્મિના પિતાએ અમિતાભ બચ્ચનને કહ્યું, સર, હું 1992 માં તમારો બોડીગાર્ડ રહ્યો છું. હું હંમેશા તમારી સાથે ફોટો ક્લિક કરાવવા માંગતો હતો, પરંતુ તે સમયે ફોનમાં કેમેરા નહોતા. પણ આજે હું અહીં છું અને મારી દીકરીને પર ખુશ છું.
રશ્મિના પિતાની વાર્તા સાંભળીને અમિતાભ બચ્ચન આશ્ચર્ય પામ્યા અને કહ્યું હતું કે, આટલા વર્ષો બાદ આ રતીતે મળવું ખુબ નવાઈ પમાડે તેવું છે. તમારી સાથે ફોટા પાડીને મને આનંદ થશે.
રશ્મિ કદમ પુનાની રહેવાસી છે. કૌન બનેગા કરોડપતિના સ્પર્ધક પહેલા રશ્મિ રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. હાલમાં તે પુણેમાં સાયકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહી છે. KBC માં 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા બાદ રશ્મિ ઘર પરત આવી હતી. રશ્મિ કદમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.