વર્ષો બાદ ખોલાઈ આ મંદિરની દાનપેટી, બે દિવસથી 150 લોકો ગણી રહ્યા છે રૂપિયા

Facts

ભારતમાં ખૂબ પ્રસિદ્ધ મંદિરો છે કે જેમાં ભક્તો ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા જાય છે અને તે મંદિરની દાનપેટી માં કંઈક ને કઈંક નાનું-મોટું દાન કરે છે. ભક્તો મંદિરમાં દાન આપી ભગવાનના આશીર્વાદ મેળવે છે.

મંદિરની દાનપેટીઓ અમુક સમયે ખોલવામાં આવે છે. હાલ એક મંદિરની દાનપેટી ખોલવામાં આવી હતી જેમાં ખૂબ મોટું એવું દાન નીકળ્યું હતું. આ બધી રકમ સેવાકીય કાર્યોમાં વપરાય છે.

રાજસ્થાનના ચિત્તોડગઢના મારવાડમાં આવેલ કૃષ્ણ ધામ શ્રી સાંવલીયાજી શેઠ મંદિરની દાનપેટી ખોલવામાં આવી હતી. એ વખતે આ મંદિરની દાનપેટીમાંથી પાંચ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. સાથે સાથે સોના અને ચાંદીની પણ ઘણી વસ્તુઓ મળી હતી.

ગણતરી કરતા દાનપેટીમાંથી મની ઓર્ડર અને ડોલર પણ મળી આવ્યા હતા. આ મંદિરમાં 500 જેટલો સ્ટાફ છે. દાનપેટીમાંથી એક ભક્ત દ્વારા અર્પણ કરાયેલો ચાંદીનો આઈફોન પણ નીકળ્યો હતો. આ બધી રકમમાંથી સેવાકીય કાર્ય કરવામાં આવે છે.

આ દાનની ગણતરી મંદિરના 150 જેટલા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની દાનપેટી દર મહિને ખોલવામાં આવે છે અને આ વખતે સતત બે દિવસથી આ દાનની ગણતરી કરવામાં આવી રહી છે. હજુ પણ ગણતરી કરતા થોડો વધારે સમય લાગશે.

જે સમયે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પોલીસ કર્મીઓ પણ અહીં ફરજ પર હાજર હતા. આ મંદિરના દરવાજા હાલ બંધ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.