રાજસ્થાનના બારા જિલ્લામાં એક ગરીબ પરિવારના ઘર પર આયકર વિભાગે રેડ પાડી હતી. તેમનું ઘર જોઈને આયકર ટીમને પણ નવાઈ લાગી. આ પરિવારના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાની ઝૂંપડી પર સરકારી ઓફિસરોને જોઈને આ પરિવારને પણ નવાઈ લાગી.
આયકર વિભાગની ટીમને નવાઈ લાગી કે આ પરિવાર પાસે રહેવા માટે સારું ઘર પણ નથી અને તે જ પરિવારના યુવકના ખાતામાં કરોડો રૂપિયા છે. યુવકના ખાતામાંથી કરોડોની લેવડદેવડ થતી હતી. પરંતુ તેનો ટેક્સ ભરાતો ન હતો.
આ પરિવારનો એક યુવક મજૂરી કરવા માટે જયપુર ગયો હતો. યુવકને પૂછપરછ કરતા મામલો સામે આવ્યો કે યુવકને મોટા પગારની લાલચ આપીને એક ઠેકેદારે મુંબઈની બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.
ટેક્સ ના ભરવો પડે એટલે ઠેકેદાર આ યુવકના ખાતામાં કરોડોની લેવડદેવડ કરતો હતો. એવું પણ હોઈ શકે કે ઠેકેદાર બીજા અન્ય મજૂરોના પણ બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડોની લેવડદેવડ કરતો હોય. યુવકનું કહેવું છે કે એક ઠેકેદારે તેના ડોક્યુમેન્ટ માગ્યા હતા અને તે ડોક્યુમેન્ટથી બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.