હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. લોકો નવ દિવસ વિવિધ સ્વરૂપે માતાજીની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રિના દિવસોમાં ભક્તો રાત્રે મન મુકીને ગરબા રમે છે.
કોરોનાને કારણે બે વર્ષથી નવરાત્રી ઉજવી ના હોવાથી લોકોમાં આ વખતે ખૂબ ઉત્સાહ છે. નવરાત્રીના તહેવારની નાના-મોટા સૌ ભક્તો રાહ જોઈ રહ્યા હતાં. હવે ખેલૈયાઓ ભાન ભૂલી માતાજીના ગરબા રમે છે.
નવરાત્રીના આ પાવન તહેવારના પહેલા દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘરાજા વરસતા હતા. ખોડલધામ કાગવડ મંદિરે વીજળી માતાજીના ગરબા રમી રહી હોય, તેવો અદભુત નજારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અદભુત નજારાની તસવીરો જોવા મળી રહી છે.
થોડીક જ સેકન્ડમાં મંદિરની નજીક વીજળીના કડાકા થયા હતા. તેના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા. લોકો કહેવા લાગ્યા હતા કે વીજળી માતાજીના આંગણે ગરબે રમવા આવી હતી. ખોડલધામમાં પહેલી વખત આવો નજારો જોવા મળ્યો હતો.
આ દૃશ્ય જોતાં એવું લાગતું હતું કે જાણે વીજળી માતાજીના ચરણસ્પર્શ કરી રહી છે. આ પ્રચંડ કડાકાથી મંદિરની ફરતે કુદરતી રોશનીના કારણે એક સુંદર નજારો જોઈ શકાયો હતો. આ દૃશ્ય જોતાં ભક્તો ભાવવિભોર બની ગયા હતા.