દુનિયામાં દરેક વ્યક્તિ સુખદ મુસાફરીનો આનંદ માણવા માંગે છે. રસ્તા પર દોડતી ગાડીઓમાં પણ લોકો રોમાંચ અનુભવે છે. વિશ્વમાં એવા ઘણા બધા રસ્તાઓ છે જે સુંદર તો છે જ પણ સાથે સાથે અત્યંત જોખમી પણ છે. જ્યાં ડ્રાઇવિંગ કરવામાં સહેજ પણ ભૂલ થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. આજે અમે તમને વિશ્વના આવા જ ખતરનાક રસ્તાઓ વિશે જણાવીશું, જેના પર વાહન ચલાવતા લોકો ડરે છે.
જોજી લા પાસ: ભારતનો જોજી લા પાસ હાઇવે વિશ્વના સૌથી ખતરનાક રસ્તાઓમાંનો એક છે. આ રસ્તો એક ટેકરી પર બનેલો છે, જે કાશ્મીરથી લદ્દાખની વચ્ચે આવેલ છે. આ રસ્તા પર ધૂળ સાથે પવન ફૂંકાય છે જેના કારણે ડ્રાઇવિંગ કરવી અત્યંત જોખમી છે. બરફવર્ષા દરમિયાન આ માર્ગ બંધ થવાનું જોખમ પણ છે. છતાં લોકો આ રસ્તાનો સતત ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે તે લદ્દાખને અન્ય સ્થળો સાથે જોડે છે. આ રસ્તો 3528 મીટર ઊંચી ટેકરી પર બાંધવામાં આવેલ છે જે લગભગ 9 કિલોમીટર લાંબો છે.
જલાલાબાદથી કાબુલ: અફઘાનિસ્તાનમાં આવેલ કાબુલથી જલાલાબાદનો રસ્તો 143 કિલોમીટર લાંબો છે. આ હાઇવે કાબુલ અને જલાલાબાદને જોડે છે. આ હાઇવે પાતળો હોવાની સાથે સાથે આ હાઇવે પર ઘણા બધા વળાંક આવેલા છે. રસ્તો જોખમી હોવા છતાં પણ લોકોને તેના પર મુસાફરી કરવી પડે છે કારણ કે આ એકમાત્ર એવો હાઇવે છે જે કાબુલથી જલાલાબાદને જોડે છે. આ રસ્તો અત્યંત જોખમી છે. આ રસ્તા પર ઓવરટેક કરતી વખતે ઘણી વાર ઘણા અકસ્માતો પણ થાય છે.
બયબર્ટ D915: તુર્કીમાં પણ આવો જ એક ખતરનાક રસ્તો આવેલો છે. તુર્કીના ટ્રાબઝોન વિસ્તારમાં આવેલ D915 વિશ્વનો સૌથી ખતરનાક હાઇવે છે. આ રસ્તા પર ચાલતી વખતે લગભગ દરેક વ્યક્તિના શ્વાસ થોડા સમય માટે અટકી જાય છે. અહીં એક બાજુ એક ઊંચો પર્વત છે અને બીજી બાજુ રેલિંગ વિનાની ઊંડી ખાઈઓ આવેલી છે. આ રસ્તા પર મુસાફરી કરવી એ એક મોટું સાહસ છે.
લક્સર અલ: આ રસ્તો એટલો ખતરનાક છે કે લોકો તેના પર મુસાફરી કરતા ખુબ ડરે છે. મિશ્રાના બે પર્યટન સ્થળો ‘લક્સર’ અને ‘હુર્ઘડા’ને જોડતો 299 માઇલ લાંબો રસ્તો વિશ્વમાં અત્યંત ખતરનાક માનવામાં આવે છે. આ રસ્તો પાર કરવામાં 4 કલાક 40 મિનિટ નો સમય લાગે છે. આ રસ્તા પર ડાકુઓ અને આતંકવાદીઓનો સંપૂર્ણ ડર છે. આ રસ્તો અપહરણ, હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ માટે વિશ્વભરમાં કુખ્યાત છે.
ધ ડેથ રોડ (બોલિવિયા): આ રસ્તો કેટલો ખતરનાક હશે તે તેના નામથી જ સમજી શકાય છે. તમે આવા નામ વાળા રસ્તા વિશે સાંભળ્યું પણ નય હોય. આ રસ્તા પર વાહન ચલાવવું અત્યંત મુશ્કેલ અને જોખમી છે. આ રસ્તા પર વર્ષમાં અકસ્માતોને કારણે લગભગ 200 થી 300 મૃત્યુ થાય છે. એટલા માટે જ આ રસ્તાને ડેથ રોડ કહેવામાં આવે છે. લોકો આ રસ્તાનું નામ સાંભળીને પણ ડરે છે.