કહેવાય છે ને કે જે કંઈ કરો તે સાચા દિલથી અને સખત મહેનતથી કરો તો તે કામ અવશ્ય સફળ થશે. એવું જ એક અમદાવાદની મહિલાએ કરી બતાવ્યું છે અને આજે તેને પોતાના કામમાં ખૂબ જ સફળતા મળી છે.
અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ મણિનગરના પૂજા ત્રિવેદી ની. તેણે પોતાની નોકરી છોડી પાણીપુરી નો બિઝનેસ શરૂ કર્યો જેમાં તેને ખૂબ સારી એવી સફળતા મળી.
પૂજા ત્રિવેદી હાલ મણિનગરમાં પાણીપુરીની લારી ચલાવે છે. તે જ્યારે નોકરી કરતા હતા, ત્યારે તેને વિચાર આવતો કે હું ક્યાં સુધી નોકરી કરીશ? તેને એક પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હતી. તેથી તેણે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો.
જ્યારે પૂજાબહેને નોકરી છોડી ત્યારે ઘણા લોકો તેને કહેતા હતા કે, નોકરી છોડીને તું પાણીપુરીનો બિઝનેસ ના કર. પરંતુ પૂજાબહેને લોકોનું ન સાંભળતા પોતાના દિલની વાત સાંભળી અને પાણીપુરીની લારી શરૂ કરી. પોતાના દ્રઢ નિર્ણયથી પૂજા બહેનને આજે સફળતા મળી છે.
હાલ પૂજાબહેન અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે. અમદાવાદના લોકોને પૂજા બહેનની પાણીપુરી ખૂબ જ પસંદ આવવા લાગી. જો કોઈ કારણસર પૂજા બહેન લારી પર ન આવે તો લોકો ફોન કરીને તેમને બોલાવે છે.
આજે પૂજાબહેન પાણીપુરી વેચીને ખૂબ કામની કરી રહ્યા છે. પૂજા બહેને સાબિત કરી બતાવ્યું કે, દ્રઢ નિર્ણયથી એક દિવસ સફળતા મળે જ છે. પોતાના દિલની વાત સાંભળીને પૂજા બહેને સફળતા મેળવી. પૂજા બહેને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.