શિવાંશની માતા બનેલા કોર્પોરેટર દીપ્તિબેન પટેલની આ કહાની જાણીને તમારી આંખમા આંસુ આવી જશે

Story

શિવાંશ ની આખી કહાની તો તમે જાણતા જ હશો કે, કેવી રીતે તેના માતા-પિતાએ તેને તરછોડયો. માત્ર દસ મહિનાના શિવાંશ ને પોતાના માતા પિતાથી દૂર રહેવું પડ્યું.

જો કોઇ વિદેશી વ્યક્તિ આ માસુમને લેવા તૈયાર થાય તો પહેલા વિદેશીને દત્તક આપવાની ઇચ્છા રાખી હતી. કારણ કે જો બાળક પોતાના દેશમાં રહે તો બાળકનો ભૂતકાળ ક્યારેક સામે આવી શકે છે અને જો વિદેશમાં રહે તો ભૂતકાળ સામે આવવાની શક્યતા ન રહે.

શિવાંશની માતા હવે આ દુનિયામાં નથી રહી તે જાણીને કોર્પોરેટર દીપતિબહેન પટેલને એકદમ આઘાત લાગ્યો હતો. તેમણે પોતાના પરિવાર સાથે આ માસૂમને દત્તક લેવાની વાત મુકી હતી અને તમામ પરિવારજનો તે વાત પર સહમત થયાં હતાં.

દીપ્તિબહેન પટેલ પેથાપુરમાં સંયુક્ત પરિવારમાં વસવાટ કરે છે. બાળક તરછોડ્યાની મિનીટોમાં કોર્પોરેટર પહોંચી ગયા હતા અને તે બાળકને માની હૂંફ આપી હતી. કોર્પોરેટર દીપ્તિબહેન જણાવે છે કે, મારા પતિ મનીષ પટેલ મારી સાથે હતા. ઘરે બે બાળકોને દાદા-દાદીના ભરોસે મૂકી એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના દોડી ગઇ હતી. પહેલા તો બાળકને હાથમાં લેતાં જ મારું માતૃત્વ બહાર આવ્યું હતું અને માસૂમને છાતીસરસો લગાડી દીધો.

તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસને જાણ કર્યા બાદ તેને ગાંધીનગર સિવિલ લઇ જવાયો હતો. ત્યાં પણ હું મારા પતિ અને તેમના મિત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ગયા હતા. ત્યાં ગયા બાદ પહેલા તેના કપડાં ખરીદ્યાં હતાં અને તેને ખવડાવ્યું હતું. શિવાંશ દૂધ પીધા બાદ રાત્રે 10 વાગે સૂઇ જતો હતો, પરંતુ મારી મમતા મને સૂવા દેતી ન હતી.

દર બે કલાકે હું તેમનું ડાયપર બદલતી હતી. જ્યારે મારા ગામના કિરપાલસિંહને ખબર પડી કે, માસૂમનો આજે જન્મ દિવસ છે, ત્યારે તે કેક લઇને આવ્યા હતા અને તેની માતાના મૃત્યુના સમાચાર સામે આવે તે પહેલા સિવિલમાં જ કેક કાપી હતી. જ્યારે માસુમને ઓઢવ બાળગૃહમા લઇ જવાની વાત સામે આવી ત્યારે મારી આંખો ભીની થઇ ગઇ હતી. ત્યારબાદ મેં મારા પરિવાર સાથે વાત કરી શિવાંશને દત્તક લીધો.

1 thought on “શિવાંશની માતા બનેલા કોર્પોરેટર દીપ્તિબેન પટેલની આ કહાની જાણીને તમારી આંખમા આંસુ આવી જશે

Leave a Reply

Your email address will not be published.