રાત્રે બાર વાગ્યે બન્યુ એવુ કે ખજૂરભાઈએ આ દીકરીને બનાવી લીધી બહેન, હવે ધામધૂમથી કરાવશે તેના લગ્ન

Story

આજે ખજૂરભાઈને લગભગ બધાં લોકો ઓળખે છે. તેઓ સોશિયલ મીડિયા પર લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેઓ લોકોને પોતાના અંદાજથી હસાવી રહ્યા છે. આ ઉપરાંત સામાજિક કાર્યોને લીધે ખજૂરભાઈ ખુબજ ફેમસ છે. થોડાં મહિના પહેલાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું હતું.

આ વાવાઝોડામાં સૌરાષ્ટ્ર ના કેટલાંક વિસ્તારોમાં ઘણાં લોકોના ઘર પડી ગયાં. મોટાભાગનાં ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. તે વખતે ખજૂરભાઈ સૌરાષ્ટ્રની સ્થિતિ જોવા માટે રાજુલાના વાવડી ગામમાં ગયા હતા. ત્યાં તેઓ આ ગામમાં રહેતા ગીતાબહેનના ઘરે રોકાયા હતા.

ગીતાબહેને ખજૂરભાઈને રાત્રે બાર વાગે ખાવાનું બનાવી જમાડયું હતું. રાત્રે બાર વાગે ખાવાનું બનાવી જમાડનાર આ ગીતાબહેનને ખજૂરભાઈએ ત્યારથી જ પોતાની બહેન માની લીધી અને તેની રક્ષા કરવા લાગ્યા. ઉપરાંત ખજૂરભાઈએ તેમના લગ્ન કરાવવાનું પણ કહ્યું હતું.

ગીતા બહેનને સાત ભાઈબહેન છે. જેમાંનો એક મોટો ભાઈ હતો તે ઘરનું ગુજરાત ચલાવતો હતો. પરંતુ તેનું કોરોના મહામારીને કારણે મૃત્યુ થયું હતું. તેથી ખજૂર ભાઈએ ગીતા બહેનને પોતાના મોટા બહેન બનાવી લીધા અને તેમના લગ્નની બધી જવાબદારી પોતે ઉપાડી લીધી.

ગીતા બહેનના લગ્ન ખજૂરભાઈ ધામધૂમથી કરાવશે તેવું તેમણે જાહેર કરેલું છે. ખજૂરભાઈએ હાલમાં આ બહેનના પરિવારને સિલાઈ મશીન અને આર્થિક મદદ પણ કરી છે. લોકો ખજૂરભાઈના કામથી ખુબજ પ્રભાવિત છે. ઉપરાંત ગીતાબહેનના ઘરના લોકો પણ ખજૂરભાઈની મદદથી ખુશ છે.

ખજૂરભાઈ હાલમાં ભાવનગરના જેસર તાલુકાના રાણી ગામમાં નાની નાની સાત દીકરીઓના ઘર બનાવીને તેમને પણ આશરો આપી રહ્યા છે. સમજી શકાય છે કે આવા મહાન કાર્યો કરનાર ખજૂરભાઈનો સ્વભાવ ખૂબ જ દયાળુ હશે અને તેમનામાં આવું સારું કાર્ય કરવાની હિંમત પણ હશે.

Leave a Reply

Your email address will not be published.