કરોડોની સંપત્તિ છોડીને સામાન્ય યુવાન સાથે લગ્ન કરશે જાપાનની રાજકુમારી, દુનિયાભરના લોકો કરી રહ્યા છે વખાણ

Story

લોકો પ્રેમ ખાતર પોતાની સંપત્તિ-ખ્યાતિ, દરજ્જો, ઘર અને પરિવાર બધું છોડી દે છે. જાપાનની રાજકુમારી માકોએ પણ આવું જ કંઈક કર્યું. એક અહેવાલ મુજબ માકોએ 2017 માં જ તેના સહાધ્યાયી કેઇ કોમુરો સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી. માકો જાપાનના સમ્રાટ રાજા અકીહિતોની પૌત્રી છે.

તેમની સગાઈના બીજા જ વર્ષમાં દંપતીએ જાહેરાત કરી કે તેઓ આટલા જલ્દી લગ્ન કરવા તૈયાર નથી અને તેમના ભવિષ્યની યોજના માટે સમયની જરૂર છે. જાપાનના સદીઓ જૂના રિવાજ મુજબ શાહી પરિવારના સભ્ય અને સામાન્ય વ્યક્તિ વચ્ચે લગ્ન ત્યારે જ થઈ શકે છે જ્યારે શાહી પરિવારનો સભ્ય તેની તમામ શાહી સ્થિતિ અને મિલકત છોડી દે. માકો તેના પ્રેમની ખાતર તે બધું છોડવા તૈયાર છે.

રાજ પરિવાર છોડનારા સભ્યોને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. માકોએ 150 મિલિયન યેન (લગભગ 9,99,22,472 કરોડ રૂપિયા) ન લેવાનો પણ નિર્ણય કર્યો છે.

માકો અને કોમુરો ઓક્ટોબરમાં લગ્નની તારીખ જાહેર કરે તેવી અપેક્ષા છે. કોમુરો થોડા દિવસ પહેલા જાપાનના નરીતા એરપોર્ટ પર પોનીટેલ હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ તેના આ પગલાની પ્રશંસા કરી અને કેટલાક લોકોએ કોમુરોને જાપાની સંસ્કૃતિનું અપમાન કરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

એક અહેવાલ મુજબ કોમુરોની માતાને કેટલાક આર્થિક વિવાદ ચાલી રહ્યા હતા. જેના કારણે આ યુગલે લગ્ન કર્યા ન હતા. માકો અને કોમુરોએ ટોક્યો ઇન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો. કોમુરો 2018 માં વકીલાતનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક ગયો હતો અને હવે જાપાન પાછો ફર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલ ન્યૂયોર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.