ગુજરાતમા અહી સાક્ષાત બેઠા છે મેલડી માતા, જાણો રાજ રાજેશ્વરી મેલડી માતાનો ઇતિહાસ

Religious

ભારતમા વિવિધ મંદિરો આવેલા છે. આ મંદિરની પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. આવા મંદિરમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જાય છે, માનતા માને છે અને ભગવાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આજે આપણે મરડીમાં આવેલા મેલડી માંના મંદિરના ઇતિહાસ વિશે જાણવા જઈ રહ્યા છીએ. ખેડા જિલ્લાના મરડી ગામે આવેલા આ મંદિરનું નિર્માણ વર્ષ 2003 માં શરૂ થયું હતું અને વર્ષ 2005 માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. અહીં અષ્ટ ભુજાવાળી મૂર્તિ જયપુરથી લાવવામાં આવી છે. આ મંદિર નડીયાદથી ચાર કિલોમીટર દૂર આવેલું છે.

આ મંદિરમાં શક્તિનું અદભુત અને અલૌકિક સ્વરૂપ માતા મેલડીના રૂપમાં હાજરાહજૂર છે. ભક્તોને માતા મેલડી પર અપાર શ્રદ્ધા છે. અહીં માતા મેલડી સાક્ષાત હોવાના પુરાવા છે. તેથી જ તો લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે.

રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાનો ઇતિહાસ- અમરૈયા નામના રાક્ષસે બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો હતો. જેના કારણે બધા જ દેવો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. બધા દેવોએ મા દુર્ગાને પ્રાર્થના કરી. દેવોની વાત સાંભળીને મા દુર્ગા રાક્ષસનો વધ કરવા તૈયાર થઈ ગયા. મા દુર્ગા અને રાક્ષસ છે દ્વંદ યુદ્ધ થયું.

યુદ્ધ કરતા કરતા આખરે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામના તળાવમાં જઈને સંતાઈ ગયો. ત્યારે મા દુર્ગાએ નવદુર્ગાનું રૂપ લીધું અને તળાવનું બધું જ પાણી પી ગયા. પછી તે રાક્ષસ એક મૃત્યુ પામેલી ગાયના પેટમાં જઈને સંતાઈ ગયો.

આ સમયે નવદુર્ગા એકસાથે મળીને એક નવી શક્તિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો. નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારીને એક પૂતળીની રચના કરી. ત્યારબાદ આ પુળતીમાં પ્રાણ પૂર્યા અને શક્તિ સ્વરૂપે મા મેલડી ધરતી પર અવતર્યા. મા મેલડીએ રાક્ષસનો વધ કર્યો અને દેવોને તે રાક્ષસના ત્રાસમાથી મુક્ત કર્યા.

Leave a Reply

Your email address will not be published.