ભારતમા મફતમા મળતી આ વસ્તુ વેચીને આજે જર્મની દેશ કમાઈ રહ્યો છે કરોડો રૂપિયા

Facts

પહેલા આપણા દેશમાં ઘણી એવી વસ્તુઓ હતી, જે આજે જોવા મળતી નથી. અત્યારે આપણો દેશ અત્યાધુનિક દેશ થઈ ગયો છે. આપણે આજે વિવિધ સુવિધાઓ ભોગવી રહ્યા છીએ, જ્યારે પહેલાના સમયમાં આવી કોઈ સુવિધાઓ નહોતી.

પહેલાના સમયમાં જ્યારે કોઈ સમૂહમાં ભોજનનું આયોજન હોય, ત્યારે પતરાળાનો ઉપયોગ થતો હતો. શાક, ભાત અને બીજી કોઈ વસ્તુ હોય તો તે પતરાળામાં અને દાળ પડિયામાં આપતાં હતા. એ સમયે પતરાળા એકદમ સપાટ અને લીલા રંગના આવતા. તેના પર જમ્યા પછી તેને ફેંકી દેવામાં આવતા. પછી ટેકનોલોજી પ્રમાણે ખાનાવાળા પતરાળા આવવા લાગ્યા.

આ પતરાળા એકદમ કુદરતી હતા. તેનાથી કોઈ નુકસાન થતું નહોતું. તે આસાનીથી વિઘટન થઈ જતા. અત્યારે આપણે એટલા આધુનિક થઈ ગયા કે આ પતારાળાને કચરો માની બેઠા અને પ્લાસ્ટિક કે થર્મોકોલની ડીશો અપનાવી. પરંતુ આ ડિસોથી ખૂબ પ્રદૂષણ ફેલાય છે. તેને વિઘટન થતા સેકંડો વર્ષ લાગે છે.

આપણે આ પતરાળાને કચરો સમજીને ફેંકી દીધા, જ્યારે જર્મનીવાળાઓએ આ પતરાળાનો વેપાર કર્યો અને આજે ખૂબ કમાણી કરી રહ્યા છે. તેમણે આ પતરાળાને ‘નેચરલ લિફ્ટ પ્લેટ’ નામ આપ્યું છે. તેઓ આ પ્લેટનું દેશ વિદેશમાં વેચાણ કરી રહ્યા છે.

તેઓએ પતરાળા બનાવવા એક ફેક્ટરી નાખી છે. જેમાં મશીનોમાં પ્રેસ થઈને પતરાળા અને પડીયા બને છે. જર્મનીમાં આ નવો બિઝનેસ ‘સ્ટાર્ટઅપ લિફ્ટ રિપબ્લિક’ નામથી શરૂ કરાયો છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોડક્ટ જોઈને જર્મનીવાળા ચોંકી ગયા હતા.

તેઓને પ્લાસ્ટિકની પ્લેટ કરતા આ પ્લેટ વધુ ગમે છે, કારણકે તેનાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. તે આસાનીથી જમીનમાં ભળી જાય છે અને તેને બનાવવા માટે કોઈ વૃક્ષ પણ કાપવું પડતું નથી. તેઓ આ પ્લેટ અહીંની સરખામણીમાં ખૂબ જ મોંઘી કિંમતે વેચી રહ્યા છે.

તેમનો બિઝનેસ એટલો આગળ વધ્યો કે તે પોતાના દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેની માંગ થવા લાગી અને તેઓ વિદેશોમાં પણ આ પ્રોડક્ટ વેચવા લાગ્યા. ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર આ પ્લેટ ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પતરાળાના એક પેકેટની કિંમત લગભગ 9 યુરો એટલે કે 800 રૂપિયા છે. વિદેશી લોકો આપણી સંસ્કૃતિ અપનાવી આજે બિઝનેસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.