ફ્રાન્સથી આવે છે વિરાટ કોહલીનુ પાણી, એક લીટર પાણીની કિંમત જાણીને ચોંકી જશો

Facts

ભારતીય ક્રિકેટ વટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે ક્રિકેટની દુનિયામા રાજ કરે છે. વિરાટ લાંબા સમય સુધી ICC વનડે રેન્કિંગમાં નંબર 1 અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર 2 રહ્યો છે. વિરાટ 8 વર્ષથી સતત રમી રહ્યો છે. તેની પાછળનું સાચું કારણ તેની જબરદસ્ત ફિટનેસ છે.

વિરાટ કોહલી જીવનશૈલીનો પણ અસાધારણ ખેલાડી છે. ક્રિકેટ મેદાન બાદ વિરાટ કોહલી પોતાનો મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે. તે વિશ્વના કેટલાક રમતવીરોમાનો એક છે જે તેમની ઉત્તમ ફિટનેસ માટે જાણીતો છે.

વિરાટના કારણે આજે વિશ્વ ક્રિકેટના ઘણા ખેલાડીઓ ફિટનેસ ફ્રેન્ડ બની ગયા છે. વિરાટ એકમાત્ર એવો ખેલાડી છે જેણે વિશ્વ ક્રિકેટમાં ફિટનેસને પ્રોત્સાહન આપ્યું. તેની અસર તેની બેટિંગમાં પણ દેખાય છે. બેટિંગની સાથે સાથે તે ફિલ્ડિંગ અને રનિંગમાં પણ ઉત્તમ છે.

પરંતુ વિરાટે આ જબરદસ્ત ફિટનેસ માટે ઘણી વસ્તુઓનું બલિદાન પણ આપવું પડ્યું છે. થોડા વર્ષો પહેલા તેણે શુદ્ધ શાકાહારી બનવાનું નક્કી કર્યુ. શુદ્ધ શાકાહારી એવા લોકો છે જેઓ માંસાહારી ખોરાક છોડે છે અને દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ ખાતા નથી. વિરાટના આ નિર્ણય પર બધાએ કહ્યું હતું કે તે સહનશક્તિ બનાવી શકશે નહી, પરંતુ વિરાટે આ લોકોની માન્યતા તોડી નાખી અને વિશ્વનો શ્રેષ્ઠ ફિટનેસ ધરાવતો ખેલાડી બની ગયો.

વિરાટ 600 રૂપિયા પ્રતિ લિટર કિંમતનુ પાણી પીવે છે. વિરાટ કોહલી ફ્રેન્ચ કંપની ઇવિઅનનું ‘નેચરલ સ્પ્રિંગ વોટર’ પીવે છે. 100 ટકા કુદરતી આ પાણી સંપૂર્ણપણે રાસાયણ મુક્ત છે. તેની કિંમત 600 રૂપિયા પ્રતિ લીટરથી શરૂ થાય છે અને 35,000 રૂપિયા પ્રતિ લીટર સુધી જાય છે. ભારતમાં ઇવીયન પાણીની 1 લીટર બોટલની કિંમત 600 રૂપિયા છે. વિરાટ કોહલી એક દિવસમાં બે થી ત્રણ બોટલ પાણી પીવે છે. વિરાટ કોહલી વર્ષે 6 લાખ 57 હજાર રૂપિયાનું પાણી પીવે છે.

હવે જાણીએ કે આ પાણીના ફાયદા શું છે. આ પાણી પીવાથી વજન ઘટે છે. આ સાથે તે ડિપ્રેશનને પણ નિયંત્રિત કરે છે. આ પાણી ત્વચા માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ અને સોડિયમ જેવા રાસાયણિક ગુણધર્મો પાણીની અન્ય બ્રાન્ડ કરતા વધારે પ્રમાણમાં છે.

ઇવિઅન વોટર વિશ્વના ઘણા મોટા ખેલાડીઓમાં ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે, કારણ કે તે 100 ટકા કુદરતી છે. એમેઝોન પર ઇવીયનની એક લીટર બોટલની કિંમત આશરે 450 રૂપિયા છે. આ પાણી ફ્રાંસથી નિકાસ કરવામાં આવે છે, જે યુરોપના પર્વતોમાંથી કાઢવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published.