રૂપાલની પલ્લીમા વહી ઘી ની નદીઓ, મહાભારત સાથે જોડાયેલુ છે આ મંદિરનુ રહસ્ય

Religious

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાઈ માતાજીનુ મંદિર આવેલું છે. લોકોને વરદાઈ માતા પર ખૂબ શ્રદ્ધા છે. ભક્તો અહી માનતાઓ માને છે અને વરદાઈ માતા તેમની માનતા પૂર્ણ કરે છે.

આ મંદિરે પલ્લી ભરાય છે. આ પલ્લીમાં ચાર લાખ કિલો ઘી ચઢે છે. આ પલ્લીને ખીજડાના વૃક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કુંભાર સમાજ પલ્લી પર પાંચ કુંડાનું સ્થાપન કરે છે. જ્યારે ક્ષત્રિય સમાજ આ કુંડાનો રક્ષણ કરે છે. આ પલ્લીમાં દરેક સમાજના લોકો જોડાય છે.

દરેક સમાજના લોકો ભેગા થઈને આ પલ્લી બનાવે છે. આ પરંપરા પાંડવોના સમયથી ચાલતી આવે છે. અત્યારે પણ આ પરંપરા યથાવત ચાલે છે. આ પરંપરામાં લોકો પોતાની માનતાનો ઘી નો અભિષેક કરે છે. ભક્તો આ પલ્લી7મા ઘી ચડાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે.

રૂપાલ ગામમાં નવરાત્રીના નોમના દિવસે ઘીની નદીઓ વહે છે. 27 ચોખ ખાતે આ પલ્લીનો અભિષેક કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પલ્લીનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના કારણે ગ્રામજનો સિવાય બીજા લોકોને પલ્લીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. વરદાઈ માતાની શ્રદ્ધામાં લોકોને અનેરો આનંદ અને ઉત્સાહ હોય છે. લોકો ખૂબ શ્રદ્ધાથી અહીં માનતા માને છે અને તે માનતા પુર્ણ કરે છે. લોકો આ પલ્લીમાં ઘી નો અભિષેક કરી ઘીની નદીઓ વહેડાવે છે.

Leave a Reply

Your email address will not be published.