એક સમયે હજારો રૂપિયા કમાતા આ દાદા આજે રોડ પર ભીખ માંગવા મજબુર બન્યા છે, સુરતના આ દાદાની કહાની તમને રડાવી દેશે

Story

‘સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ!’ આ દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ સત્ય એ છે કે, એક સરખા દિવસ કોઈના હોતા નથી. પ્રજા આજે જેમને ફૂલના હાર પહેરાવે છે એને જ એક સમયે પગરખાના હાર પણ પહેરાવી શકે છે. કુદરત જેને ધનપતિ બનાવે છે તેમને અચાનક ગરીબ પણ બનાવે છે. 

ઘણા લોકો પોતાના નબળા સમયના કારણે રસ્તા પર રહેવા પણ મજબૂત બનતા હોય છે. આજે અમે એક એવા જ દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેઓ એક સમયે દિવસના હજાર રૂપિયા કમાતા હતા અને આજે તેમને રસ્તા પર રહી રડી રડીને પોતાના દિવસો પસાર કરવા પડે છે.

આ દાદા સુરત ના રહેવાસી છે. આ દાદાની ઉંમર 70 વર્ષની આસપાસ છે. તેમનો પરિવાર તો છે પણ કોઈ તેમને મદદ કરતું નથી. દાદાનું નામ સૂપડુ પાટીલ છે. આ દાદા પહેલા ડ્રેનેજ લાઇનનું કામ કરીને પૈસા કમાતા હતા. તેઓ ત્રણ વર્ષથી રોડ પર રહી રહ્યા છે અને રોડ પર રહીને જ પોતાના દિવસો પસાર કરે છે.

હાલ તેઓ કામ કરવાની ઇચ્છા તો ધરાવે છે પરંતુ તેમની ઉંમરના કારણે તેઓ કામ કરી શકતા નથી. તેઓ એ આશા લઈને રોડ પર બેસે છે કે હમણાં તેમના દીકરા તેમને લેવા આવશે અને તેની મદદ કરશે. પરંતુ તેમના પરિવારજનો કોઈપણ મદદ કરતું નથી. તેથી દાદા ને રોડ પર જ રહેવું પડે છે.

દાદાનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પાસે પૈસા હતા, ત્યાં સુધી બધા તેમને રાખતા હતા, જ્યારે તેમનો ખરાબ સમય આવ્યો ત્યારે તેને કોઈએ ન રાખ્યા. તેઓ જ્યાં બેસે ત્યાં લોકો તેને ખાવાનું આપી જાય છે. આવી રીતે દાદા પોતાના દિવસો પસાર કરે છે.

દોસ્તો આવા અનેક વૃદ્ધ લોકો આજે રોડ પર રહીને જીવન પસાર કરી રહ્યા છે. આકા લોકોને જ્યારે પણ તમે જુઓ ત્યારે તેમને આર્થિક સહાય જરૂર કરો અથવા તો કોઈ ખાવાની વસ્તુ લઈને તેમનુ પેટ ભરવાનુ પુણ્ય અવશ્ય કરો. દોસ્તો આ ગરીબ લોકોના દિલમાથી નીકળેલા આશીર્વાદ તમારુ સંપૂર્ણ જીવન બદલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.