ભગવાન રામની આજ્ઞાથી આજે પણ અહી રહે સાક્ષાત હનુમાનજી દાદા, એક વાર જરૂર આ સ્થળે જજો

Religious

દરેક સંપ્રદાયના લોકો હનુમાનજીને માનતા હોય છે. હનુમાનજી દરેક લોકોને સંકટમાંથી મુક્તિ અપાવે છે, એટલે જ તેને સંકટમોચન કહેવામાં આવે છે. લોકો તેના પર અતૂટ શ્રદ્ધા રાખે છે. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા. શ્રીરામ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા, એ વાત દરેક લોકો જાણે છે.

જ્યાં જ્યાં શ્રીરામના કથા-કીર્તન થાય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રીતે બિરાજમાન રહે છે. પુરાણો અનુસાર ભગવાન શ્રી રામ અને સીતા માતાએ હનુમાનજીને કળયુગમાં અધર્મનો નાશ અને ધર્મના પ્રચાર માટે અમરત્વનું વરદાન આપ્યું હતું. હનુમાન સાથે જોડાયેલી આ વિલક્ષણ અને અદભુત વાતો તેઓના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધારે ઊંડી કરે છે.

હનુમાનજી હંમેશા શ્રીરામ સાથે રહેતા. જ્યારે શ્રીરામ ભૂ-લોક છોડીને વૈકુંઠ ચાલ્યા ગયા, ત્યારે તેમણે હનુમાનજીને પૃથ્વી પર જ રહેવાનો આદેશ આપ્યો. તેથી હનુમાનજીએ પોતાનું નિવાસસ્થાન પવિત્ર અને ઈશ્વરીય કૃપાથી યુક્ત ગંધમાદન પર્વતને બનાવ્યું હતું. આજે પણ તેઓ ત્યાં જ નિવાસ કરે છે.

શ્રીમદ્ ભાગવતમાં પણ આ વાત કહેવામાં આવી છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આ ગંધમાદન પર્વત પાસે પહોંચ્યા હતા. ભીમ સહસ્ત્ર કમળ લેવા માટે આ વનમાં આવ્યા, ત્યારે તેમણે હનુમાનજીને ત્યાં સુતેલા જોયાં. ભીમે હનુમાનજીને રસ્તામાંથી હટવા કહ્યું, પરંતુ હનુમાનજી હટ્યા નહીં. હનુમાનજીએ ભીમને પોતાનો પગ હટાવી જવા કહ્યું. પરંતુ ભીમ શક્તિશાળી હોવા છતાં હનુમાનજીનો પગ હટાવી શક્યા નહીં.

સુમેરૂ પર્વતની ચારે દિશાઓમાં સ્થિત ગજદંત પર્વતોમાંના એક ને તે સમયમાં ગંધમાદન પર્વત કહેવામાં આવતો. ગંધમાદન પર્વત એક નાનકડો પર્વત છે. તે કૈલાસ પર્વતના ઉત્તર દિશામાં સ્થિત છે. પહેલા આ પર્વત કુબેર ક્ષેત્રમાં હતો. હાલ તિબ્બત ક્ષેત્રમાં છે.

ગ્રંથોના વર્ણનુસાર, આ પર્વત પર ઘણી જડીબુટ્ટીઓના વૃક્ષ છે. જેને લીધે આખું વન સુગંધિત રહે છે, તેથી જ, આ પર્વતનું નામ ‘ગંધમાદન પર્વત’ છે.

અહીં શ્રી રામજીએ વાનરો સાથે મળીને રાવણ સાથેના યુદ્ધની યોજના બનાવી હતી. આ પર્વત પર એક મંદિર છે જેમાં હનુમાનજી સાથે શ્રીરામની પણ મૂર્તિ છે. ત્યાંના લોકોનું માનવું છે કે આજે પણ અહીં શ્રીરામના પદચિન્હો રહેલા છે. આ જગ્યા પર મહર્ષિ કશ્યપે તપ કર્યું હતું. તેમજ અન્ય ઋષિઓ, અપ્સરાઓ અને કિન્નરો પણ આ જગ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવી ચૂક્યા છે.

આ પર્વત પર પહોંચવાના ત્રણ રસ્તાઓ છે 1. નેપાળના રસ્તાથી માનસરોવર ની આગળ 2. ભુતાનના પહાડોથી આગળ 3. અરુણાચલના રસ્તાથી ચીનથી પસાર થઈને.

Leave a Reply

Your email address will not be published.