કહેવાય છે ને કે ગુજરાતીઓ દિલ ખૂબ વિશાળ હોય છે. આ વાત સાબિત કરી બતાવી છે ન્યૂયોર્કમાં રહેતા એક ગુજરાતી યુવકે. હાલમાં જ નવરાત્રી પૂર્ણ થઈ છે. તમામ ગુજરાતીઓ ભાન ભૂલી ગરબે ઘૂમ્યા હતા.
ગુજરાતી ગરબા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. નવરાત્રી જેવો પવિત્ર તહેવાર વિદેશમાં પણ ગુજરાતની જેમ જ ઉજવાય છે. ત્યાં પણ લોકો ખૂબ ઉત્સાહથી ગરબે રમે છે.
નવરાત્રીના દિવસોમાં રાત્રે દરેક લોકો ગરબા રમે છે. ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતીમાં લાણી આપવાની પ્રથા છે. જેમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ ગરબે રમતા ખેલૈયાઓ ને કંઈક ને કંઈક ભેટ આપે છે.
આ પ્રથા મુજબ ન્યૂયોર્કમાં એક યુવકે લાણી તરીકે ગરબે રમતી દરેક મહિલાને સોનાની ચેન ભેટમાં આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ન્યૂયોર્કની નવરાત્રિમાં જોવા મળી હતી.
આ યુવકે ગરબે રમતી તમામ મહિલાને સોનાની ચેન ભેટમાં આપી કહ્યું તો કે કાલે આ ચેન પહેરીને જ આવજો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ.