અમેરિકાથી આવ્યા આ દંપતી અને બદલી નાખ્યુ જામનગરની નાનકડી બાળકીનુ નસીબ

Story

કહેવાય છે કે નસીબ જ્યારે સાથ આપે ત્યારે રંકમાંથી પણ રાજા બની શકાય છે અને જ્યારે નસીબ સાથ છોડે ત્યારે રાજામાંથી રંક પણ બનાવી શકે છે. એવી જ રીતે નસીબે સાથ આપ્યો જામનગરની ચાર વર્ષની નિરાધાર બાળકી રન્નાને.

આ ચાર વર્ષની નિરાધાર બાળકીને અમેરિકાના દંપતી એ દત્તક લીધી. કોને ખબર હતી કે આ નિરાધાર બાળકી નું નસીબ ખુલી જશે અને તે અમેરિકા જઈને વસવાટ કરશે. તેનું નવું નામ એલીરૃથ રાખવામા આવ્યુ છે. જામનગરમા સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી રન્નાને અમેરિકામા રહેતા એક દંપતીએ દત્તક લીધી છે. 

અમેરિકાના આ દંપતી જસ્ટીસ અને ટોરી છે. દત્તક લેવાની કાર્યવાહી ખૂબ જ જટિલ અને લાંબી હોય છે. પરંતુ આ દંપતીએ રન્નાને દત્તક લેવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો, તેથી તેણે ખૂબ મહેનત કરીને દત્તક લેવાની તમામ કાર્યવાહી પૂરી કરી. તેઓ ત્રણ વર્ષથી દત્તક લેવાની કાર્યવાહી કરી રહ્યા હતા. સાસંદ પૂનમબેન માડમના હસ્તે રન્નાને તેમના નવા અમેરિકન માતાપિતાને દતક સોંપવામાં આવી હતી. 

આ દંપતી ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત હતા તેથી તેઓ ભારતમાંથી જ દીકરી દત્તક લેવા માગતા હતા. તેમને ત્રણ સંતાનો છે એલીરૃથ તેનુ ચોથુ સંતાન છે.

જ્યારે જસ્ટિનને પૂછવામાં આવ્યુ કે, જામનગરની રન્નાને જ કેમ પસંદ કરી તે પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું કે તે ખુબ જ ખુશ મિજાજની છે, તેઓએ તેના વિડીયો જોયા તે બધા વિડીયોમાં દરેક સમયે ખુશ દેખાતી હતી. તેઓ આ બળકીને દોઢ વર્ષ પહેલા મળ્યા હતા. પરંતુ કોરોનાના કારણે બાદમા રૂબરૂ મળી શક્યા ન હતા.

આ દંપતી અમેરિકામા બિઝનેસ કરે છે. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇએ જણાવ્યું કે તેની સંસ્થા છેલ્લા 65 વર્ષથી નિરાધાર બાળકોના માતાપિતા બની કામ કરે છે. બાળકોને દત્તક આપતા પહેલા દત્તક લેનાર માતા-પિતાની આર્થિક, સામાજિક, સ્વભાવ જેવી નાનામાં નાની વાત નિરીક્ષણ કરવામાં આવે છે. આ સંસ્થાની બહેનોએ આ દંપતી સાથે રહીને જાણ્યું કે દંપતી ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે. તેથી આ દંપતીને રન્નાને સોપવામા આવી.

Leave a Reply

Your email address will not be published.