આ છે મહારાણા પ્રતાપના ઘોડા ચેતકની વંશજ ઘોડી, કાજુ બદામ ખાતી આ ઘોડીની કિંમત જાણીને ચોંકી જશો

Facts

ઘણા લોકો પ્રાણીપ્રેમી હોય છે. તેથી તેઓ અલગ અલગ પ્રાણીઓને પાળતા હોય છે. તેમની વધતી જરૂરિયાતો પૂરી પાડતા હોય છે તેમને ખૂબ કાળજીપૂર્વક દેખરેખ રાખે છે. અત્યારે જ નહીં પહેલેથી લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ રહ્યો છે.

ઈતિહાસમાં દરેક યોદ્ધાઓ પાસે પોતાનું એક પ્રાણી રહેતું, જે તેમને અત્યંત પ્રિય હતું. એવા જ એક યોદ્ધા મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઘોડો હતો. આ ચેતક ઘોડો તે સમયે સૌથી પ્રતાપી અને તેજસ્વી ઘોડો હતો. હાલમાં જ એક એવી ઘોડી ચર્ચામાં આવી રહી છે, જે ચેતકની જ એક વંશજની છે. તેમને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

‘પદ્મા’ નામની આ ઘોડી સૌથી સુંદર અને ઊંચી દેખાય છે. પદ્મા જ્યારે માત્ર ચાર મહિનાની હતી ત્યારે ‘પદ્મા’ ના માલિક ચંદનાએ તેને કાનપુરના મેળામાંથી ખરીદી હતી. ત્યાંથી તેમને માત્ર કાજુ બદામ ખવડાવે છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાગરખેડામાં ઘોડાઓનો મેળો ચાલી રહ્યો છે. આ મેળો ઘણા વર્ષોથી સતત ચાલી રહ્યો છે. આ મેળામાં કુલ 2000 ઘોડાઓ રહેલા છે. જેમાંથી પદ્મા સૌથી સુંદર ઘોડી છે.

આ મેળામાં ઘોડાના ખરીદ વેચાણ સાથે સાથે ઘોડાઓના ઘણા પ્રકારના સ્પોર્ટ્સ અને હોર્સ રાઇડિંગ જેવા ખેલ પણ હોય છે. જે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. આગળના વર્ષે જ પદ્માએ આ મેળામાં થનારી સ્પર્ધાઓમાં એક લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. પદ્મા મહારાષ્ટ્ર સિવાય ગુજરાત, રાજસ્થાન, પંજાબ વગેરેના મેળામાં પણ ધમાલ કરી ચૂકી છે.

અમુક સમય પહેલા મહારાષ્ટ્રના CM પણ આ મેળામાં આવીને આકર્ષક ઘોડાઓનો લાભ ઉઠાવી ચૂક્યા છે. ઘોડી ના માલિક ચંદનાએ જણાવ્યું કે, ઘણા મોટા નેતાઓ આ ઘોડી માટે કરોડો રૂપિયાની બોલી લગાવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર આ ઘોડીની કિંમત જાણીને ચોંકી ગયા હતા.

ઘણા લોકોએ આ ઘોડી માટે કરોડોની બોલી લગાવી છે. પરંતુ આ ઘોડી નો માલિક ચંદના તે ઘોડીને વેચવા તૈયાર નથી. કારણકે ચંદનાનું કહેવું છે કે, આ ઘોડી મહારાણા પ્રતાપના ચેતકની વંશજ છે.

Leave a Reply

Your email address will not be published.