લંડનથી ગુજરાત આવેલી યુવતીની અડધી રાત્રે જલારામ બાપાએ ખુદ આવીને બચાવી, આજે પણ બાપા સાક્ષાત્કાર

Story

આ દુનિયામાં આપણી આસપાસ બધે જ ભગવાન રહેલા છે. પરંતુ તેને આપણે જોઈ શકતા નથી. ઘણા લોકો એવું માને છે કે ભગવાન નામની કોઈ વસ્તુ આ દુનિયામાં છે જ નહીં. પરંતુ હાલમાં પણ ભગવાન ઘણા એવા પરચા બતાવી રહ્યા છે જેનાથી સાબિત થાય છે કે તે આજે પણ અહીં ઉપસ્થિત છે. જે લોકો સાચા દિલથી ભગવાનને માને છે તેને ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં મદદ કરવા માટે અવશ્ય આવે છે.

તમે વીરપુરના જલારામ બાપા વિશે તો સાંભળ્યું જ હશે. આ મંદિરમાં કોઈ પણ દાન વગર લાખો લોકો પ્રસાદ લે છે. જલારામ બાપાના આશીર્વાદ બધા લોકો પર સદાય રહે છે. માત્ર બે ઘડી જલારામ બાપાને યાદ કરવાથી તે પોતાની કૃપા આપણા પર વરસાવે છે. આવી જ એક સત્ય ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

એક ગુજરાતી વ્યક્તિ લંડનમાં એક કંપનીમાં કામ કરે છે. આ ગુજરાતીને જલારામ બાપા પર અતૂટ શ્રદ્ધા છે. તે જ્યારે ઓફિસે જાય ત્યારે રોજ પોતાના ડેસ્ક પર રહેલા જલારામ બાપાના ફોટાને નમન કરી પછી પોતાનું કામ કરે. આ જોઈ ત્યાંના ધોળીયાઓ આ ગુજરાતીની મજાક ઉડાવવા લાગ્યા.

આ કંપની પૂરા જોશમાં આગળ વધી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં કંપનીનું વર્ક ડાઉન થવા લાગ્યું અને ઓર્ડર પણ કેન્સલ થવા લાગ્યા. આ પડતીને કારણે કંપનીને બંધ કરી દેવાની ઘોષણા કરવામાં આવી. ત્યારે આ ગુજરાતી તેના શેઠને કહ્યું, ચાલો આપણે બધા મળીને જલારામ બાપાને પ્રાર્થના કરીએ.

આ વાત સાંભળી શેઠ અને બાકીના કર્મચારીઓએ સાથે મળીને જલારામ બાપાનું ધ્યાન અને પ્રાર્થના કરી. માત્ર એક બે મહિનામાં જ આનું પરિણામ આવ્યું અને કંપની પહેલાં કરતા પણ વધારે પૂરજોશમાં ચાલવા લાગી.

શેઠ ખુબ ખુશ થઇ ગયા અને તેમણે આ ગુજરાતીને કહ્યું, તારા બાપાને આ કામ માટે કેટલા પાઉન્ડ ચૂકવવાના રહેશે. ત્યારે ગુજરાતીએ તેને જવાબ આપ્યો, મારા બાપાને કોઈ પાઉન્ડ ચૂકવવાની જરૂર નથી, પરંતુ માત્ર ભારત જઈને બાપાના મંદિરે દર્શન કરી શ્રીફળ વધેરવાની જ જરૂર છે.

શેઠના બદલે તેમની દીકરી શેઠની આ માનતા પૂરી કરવા માટે ભારત આવી. રાજકોટ પહોંચતા જ આ દીકરી વેરાવળ સુધીની બસમાં બેસે છે. તેમને થાકના લીધે સુવાઇ ગયું અને વીરપુર ગામ પાછળ રહી ગયું. તે મધરાતે વેરાવળ ઉતરી.

વેરાવળ ઉતરી તેણે એક વ્યક્તિને જલારામ બાપાના મંદિર વિશે પૂછ્યું. તે વ્યક્તિએ તેમને તેમની સાથે આવવા કહ્યું. હકીકતમાં આ એક મવાલી વ્યક્તિ હતો. તે આ રૂપાળી છોકરીને જોઈને આકર્ષિત થઈ ગયો હતો.

થોડું આગળ ચાલતાં એક દાદાએ તે વિદેશી છોકરીનો હાથ પકડી, તેમને તેમની સાથે જવાની ના પાડી. છોકરી દાદાની આ વાત સમજી ગઈ. દાદા તેમને વીરપુર ધર્મશાળામાં મૂકી આવ્યા.

બીજે દિવસે સવારે યુવતી મંદિરે જઈ શ્રીફળ વધેર્યું. તેમણે પુજારીને પૂછ્યું, આ ફોટામાં રહેલા બાપા ક્યાં છે મારે તેમને મળવું છે. પૂજારીએ જણાવ્યું કે આ બાપા પરમાત્માનું સ્વરૂપ છે, તે સ્વર્ગમાં રહીને દરેકનું ધ્યાન રાખે છે.

આ સાંભળી યુવતીના હાથમાંથી આરતીની થાળી પડી જાય છે અને કહે છે, હું આ દાદાને કાલે રાત્રે જ મળી હતી. તેમણે જ મને પેલા મવાલીથી બચાવી હતી.

Leave a Reply

Your email address will not be published.