આ દેશમાં માત્ર એક રૂપિયામા મળી રહ્યું છે એક લીટર પેટ્રોલ, દેશનુ નામ જાણીને નવાઈ લાગશે

Facts

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. તેમની કિંમતો સતત વધી રહી છે અને તેની અસર અન્ય વસ્તુઓ પર પણ લાગે છે. રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. તેની સીધી અસર ખાદ્ય પદાર્થો પર પણ પડી રહી છે.

પરંતુ વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં પેટ્રોલ હજુ પણ એટલું સસ્તું મળી રહ્યું છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે. આ સમયે સૌથી મોંઘું પેટ્રોલ હોંગકોંગમાં ઉપલબ્ધ છે.

વેનેઝુએલામાં પેટ્રોલ સૌથી સસ્તું છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 0.02 ડોલર છે. તે 1.50 રૂપિયા જેટલુ છે. ઈરાન બીજા નંબરે છે. અહીં 1 લીટર પેટ્રોલ 0.067 ડોલરમાં ઉપલબ્ધ છે. ભારતીય કિંમત પ્રમાણે વાત કરીએ તો તે 5.02 રૂપિયા પ્રતિ લિટર છે. અંગોલા ત્રીજા નંબરનો દેશ છે. અહી પેટ્રોલ 0.249 ડોલર એટલે કે 18.65 રૂપિયામાં ઉપલબ્ધ છે.

અલ્જેરિયા ચોથા નંબરનો દેશ છે, જ્યાં એક લિટર પેટ્રોલ 0.344 ડોલર એટલે કે 25.77 રૂપિયામાં ઉપલબ્ધ છે. કુવૈત પાંચમા નંબરનો દેશ છે, જ્યાં 1 લીટર પેટ્રોલની કિંમત 0.349 ડોલર છે, એટલે કે 26.15 રૂપિયા છે.

તો બીજી તરફ સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં મળે છે. અહીં એક લિટર પેટ્રોલ 2.485 ડોલર એટલે કે 186.17 રૂપિયામાં મળે છે. બીજા નંબરનો દેશ નેધરલેન્ડ છે, અહીં પેટ્રોલની કિંમત 2.178 ડોલર એટલે કે 163.17 રૂપિયા છે. નોર્વે ત્રીજા નંબરે છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 2.056 ડોલર 154.17 રૂપિયા છે. આફ્રિકન રિપબ્લિકન દેશ ચોથા નંબરે છે, જ્યા એક લીટર પેટ્રોલ 2.05 ડોલર એટલે કે 153.58 રૂપિયા છે.

પાંચમા નંબર પર મોનાકો દેશ છે. જ્યાં 1 લિટર પેટ્રોલની કિંમત 2.003 ડોલર એટલે કે 150.06 રૂપિયા છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના કારણોની વાત કરીએ તો ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવનો આંકડો આપ્યો હતો. તેમના મતે જો ગ્રાહક 103 રૂપિયાનું ઇંધણ ખરીદે છે, તો 42 રૂપિયા તેલ કંપનીઓને જાય છે, જેમાં ક્રૂડ ઓઇલથી ઇંધણમાં રૂપાંતરિત કરવાનો ચાર્જ પણ શામેલ છે.

કેન્દ્ર સરકાર 33 રૂપિયા ટેક્સ તરીકે અને 24 રૂપિયા રાજ્ય સરકાર ટેક્સ તરીકે એકત્ર કરે છે. 4 રૂપિયા વેપારીને જાય છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર લગભગ 33 ટકા રૂપિયા ટેક્સ તરીકે વસૂલી રહી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો પેટ્રોલ આયાત કરનાર દેશ છે.

તેલ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક અનુસાર ભારત પેટ્રોલની આયાત કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે. અહીં દરરોજ 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત થાય છે. ભારતમાં પેટ્રોલને જીએસટીની બહાર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમા દરેક રાજ્યમાં ટેક્સ અલગ છે.

તાજેતરમાં, કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી 2021 સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટીમાં 300 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014 માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી, જે હવે વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મધ્યપ્રદેશ સરકાર સૌથી વધુ ટેક્સ વસૂલે છે. ત્યાં 31.55 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લેવામાં આવે છે. રાજસ્થાન સરકાર ડીઝલ પર સૌથી વધુ ટેક્સ વસૂલે છે. ત્યાં 21.82 રૂપિયા પ્રતિ લીટરના દરે ટેક્સ લેવામાં આવે છે. અંદામાન અને નિકોબાર ટાપુઓમા સૌથી ઓછો ટેક્સ વસૂલવામાં આવે છે જ્યાં પેટ્રોલ 82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 4.74 રૂપિયા પ્રતિ લીટર વસૂલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.