આવી ભયંકર રીતે થશે કળિયુગનો અંત, વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ

Religious

હિંદુ ધર્મ અનુસાર, જીવન ચક્ર ચાર અવધિઓમાં થાય છે- સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ. પુરાણો અનુસાર કલિયુગ પૂરો થતાં દુનિયાનો વિનાશ થઈ જશે. વિષ્ણુ પુરાણમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે પૃથ્વી અંત તરફ જશે ત્યારે કેવી પરિસ્થિતિ આવશે.

વ્યક્તિના જીવનમાંથી ધર્મનું મહત્વ, ધીરજ, પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઈ જશે. ફક્ત શારીરિક ઇચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી-પુરુષ એકબીજા સાથે રહેશે. લોકોનો બધો જ ધનસંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઈ જશે. હાલ આપણે જોઈએ છીએ કે લોકો મોટો ફ્લેટ કે ઘર ખરીદીને જીવનભર ઈએમઆઈ જ ભરતા રહે છે.

વ્યક્તિના મુખમાંથી જે નીકળી જશે તેને શાસ્ત્ર સમજવામાં આવશે. લોકો ભૂત-પ્રેતને દેવતા માનીને પૂજા કરશે. પાખંડી સાધુ સંત કહેવાશે. મહિલાઓ ખૂબ જ કડવો બોલશે અને તેમના ચરિત્રમાં નકારાત્મક ઘર ચૂકી હશે, તેમના પર ના તો પિતાનું કે ન તો પતિનું જોર હશે.

વાળથી જ સ્ત્રીઓની સુંદરતાનું અભિમાન હશે. મહિલાઓ વાળની સજાવટ પર ધન ખર્ચશે. મનુષ્યનું આયુષ્ય ઓછું થશે. લોકોની સામાન્ય ઉંમર ઘટીને 20 વર્ષ થઈ જશે. છોકરીઓ માત્ર 7-8 વર્ષની ઉંમરમાં જ ગર્ભ ધારણ કરશે.

ખેડૂતો દુકાળના કારણે આત્મહત્યા કરશે. 12 વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગશે. પૃથ્વી પર રહેનાર કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે વૈદિક કે ધાર્મિક કાર્યોમાં રુચિ નહીં લે, તે એક સ્વચ્છંદ જીવન જીવશે.

લોકો સ્નાન કર્યા વગર જ ભોજન કરશે, લોકોને ફક્ત પોતાનું પેટ ભરવાથી મતલબ હશે. ભગવાનને થાળ જમાડ્યા પહેલા જ તે જમી લેશે. ધાનનો આકાર એકદમ નાનો થઈ જશે. શાકભાજી અને ફળોના રસનો અભાવ થઈ જશે. કારણ કે ધરતી પર જળસ્તર ઘટી જશે.

લોકો માછલી ખાઈને અને બકરીનું દૂધ પીને પોતાનું જીવન વ્યતિત કરશે, કારણ કે પૃથ્વી પર એક પણ ગાય નહીં રહે. ઓછાં ધનથી પણ લોકો ધન હોવાનો ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બનશે. મનુષ્યના અન્ય ગુણ ગૌણ થઈ જશે.

રાજા પ્રજાની રક્ષા નહીં કરે. કર લેવાના બહાને તેમનું ધન છીનવી લેશે. કળિયુગ જેમ જેમ અંત તરફ જશે, તેમ સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે. વધતી ગરમી સૌ પ્રથમ પૃથ્વીને જળપ્રલયથી વિનાશ તરફ લઇ જશે. દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે. હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે. મનુષ્ય તરસ, ભૂખ અને રોગોથી પિડિત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.