ઇન્ટરવ્યૂમાં માત્ર આ બે સવાલ પૂછે છે મુકેશ અંબાણી, આ રીતે નક્કી કરે છે પગાર

Story

રિલાયન્સ કંપનીના માલિક અને દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તો દરેક વ્યક્તિ ઓળખતા જ હશે. દેશના સૌથી ધનવાન વ્યક્તિઓમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી પોતાની કંપનીમાં કામ કરવા માટે મોટા ઓફિસર પર જ પસંદગી ઉતારે છે.

એક અહેવાલ મુજબ જયારે મુકેશ અંબાણી કોઈ મોટા ઓફિસરને મળવા જાય છે અને તેમને એવું લાગે કે આ અધિકારી પાસે જ્ઞાન વધારે છે. ત્યારે આવા સમયે મુકેશ અંબાણી મોટા ઓફિસરને માત્ર બે પ્રશ્નો જ પૂછે છે કે, આપની ઉંમર કેટલી અને આપને કેટલો પગાર આપવામાં આવે છે?

તે ઓફિસરને જોઈએ એટલો પગાર આપવાની વાત કરીને તે મોટા ઓફિસરને રિલાયન્સ કંપનીમાં નોકરી માટે બોલાવી લે છે. કંપનીમાં આવ્યા બાદ મુકેશ અંબાણી આ મોટા ઓફિસરને સીધા જ પૈસા આપી દે છે.

મુકેશ અંબાણી ઓફિસરને પ્રશ્ન પૂછે છે કે,મારી પાસે એક પ્લાન્ટ છે. જેની હાલની કેપેસીટી 500 મેગાવોટ છે, તો એક વર્ષમાં 1 હજાર મેગાવોટ સુધીની કેપેસીટી જોઈએ છે અને એના માટે આપને કેટલા પૈસા જોઈશે? આ પ્રશ્નના જવાબમાં ચીફ એન્જીનીયર એવું કહે છે કે,મારે 500 કરોડ રૂપિયા જોઈએ છે. ત્યારે મુકેશ અંબાણી કહે છે કે, આપને 500 કરોડ રૂપિયા મળી જશે પરંતુ મારે 1 વર્ષમાં 750 કરોડ રૂપિયા જોઈએ. એના માટે આપને જે કરવું હોય તે કરી શકો છો.

જામનગર રીફાઈનરીના જનરલ મેનેજરને મુકેશ અંબાણી તરફથી પ્રાઈવેટ પ્લેન આપવામાં આવ્યું છે. જેથી કરીને તેઓ દર શનિવાર અને રવિવાર મુંબઈમાં રહેતા પોતાના પરિવાર સાથે રહી શકે. તેમજ હાલના સમયમાં તેઓ રોજ જામનગર પ્લેન લઈને આવે છે અને સાંજે કામ પતાવીને પાછા મુંબઈ ચાલ્યા જાય છે.

Leave a Reply

Your email address will not be published.