ગિરનાર સૌ કુદરતી સૌંદર્યને માણવા માટે જાય છે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે ગિરનારમાં બિરાજમાન મહાદેવની એક ચમત્કારિક વાત. ભગવાન શિવજીને કૈલાશ કરતા પણ અતિ પ્રિય સ્થાન ભવનાથ છે. અહીંની ભૂમિ દેવી દેવતાઓથી પવિત્ર થયેલી છે.
ગિરનાર એક દૈવીય શક્તિ ધરાવતું સ્થાન છે. અહીંની ભૂમિ કુલ 866 હિન્દુ અને જૈન મંદિરોથી ઢંકાયેલી છે. આ મંદિરો શિખર પર ફેલાયેલા છે. અંતિમ શિખર સુધી પહોંચવા માટે 9999 પગથિયાં ચઢવા પડે છે. જેને સ્વર્ગની નિસરણી કહેવામાં આવે છે.
સદાઈ ગિરનારના સાનિધ્યમાં રહેવા સ્વયં મહાદેવ ભવનાથ રૂપે બિરાજમાન થયા છે. સદાય ‘જય ગિરનારી’ ના નાદ ગુંજાવતું ભવનાથ જૂનાગઢવાસીઓ ના હૃદય સમાન છે. સ્વર્ગથી રળિયામણો એ ગરવો ગીરનાર જ્યાં નવનાથ ચોર્યાસી સિદ્ધના બેસણા છે.
ગિરનાર પર્વત ભગવાન મહાદેવની વિચરણ ભૂમિ રહ્યો છે. ભગવાન મહાદેવ જ્યારે કૈલાસ છોડીને ગિરનારમાં સંતાઈ ગયા ત્યારે દેવી દેવતાઓ તેમને શોધવા માટે ગિરનાર આવી પહોંચ્યા અને બધા જ દેવી દેવતાઓ ત્યાં જ વસી ગયા. તેથી જ ગિરનાર એક દૈવીય શક્તિ ધરાવતું સ્થાન છે.
ભગવાન શિવને કૈલાશ કરતાં પણ આ સ્થાન અતિપ્રિય છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રીમાં મેળો ભરાય છે. મેળામાં તેઓ સાક્ષાત બિરાજમાન છે. ભવનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં અતિ પવિત્ર મૃગી કુંડ આવેલ છે. આ કુંડમાં સ્નાન કરવાથી આ ભવના દરેક પાપમાંથી મુક્તિ મળે છે.