અમેરીકાએ ભારતમાંથી લૂંટલો ખજાનો પાછો આપ્યો, સદીઓ જુના આ ખજાનાની કિંમત જાણીને ચોંકી જશો

World

ભારતને એક સમયે સોનાની ચીડિયા કહેવામાં આવતું હતું, પરંતુ આ પક્ષીના શરીરમાંથી એટલું સોનું લૂંટાઈ ગયું કે આ સોનાથી અનેક દેશો સમૃદ્ધ થઈ ગયા. આવો જ એક લૂંટનો ખજાનો અમેરિકાએ ભારતને પરત કર્યો છે. હકીકતમાં અમેરિકાએ બારમી સદીની 1.5 મિલિયન યુએસ ડોલરની કિંમતની 248 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી છે. જેમાં શિવ નટરાજની કાંસાની પ્રતિમા પણ સામેલ છે.

અમેરિકાએ 1.5 મિલિયન ડોલરનો ખજાનો ભારતને પરત કર્યો છે. દેશની પ્રાચીન વસ્તુઓ પરનો આ સૌથી મોટો કરાર છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની (ડીએ) સાય વેન્સ જુનિયરે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં પાંચ અલગ અલગ ફોજદારી તપાસમાંથી ખજાનો રિકવર કરવામાં આવ્યો હતો. કલાકૃતિઓનું આ અસાધારણ એસેમ્બલ પ્રાચીન અને આધુનિક ભારત વચ્ચેના કાલાતીત સાંસ્કૃતિક અને ટેમ્પોરલ સેતુનું પ્રતીક છે.

એક પ્રત્યાર્પણ સમારોહમા યુએસએ લગભગ 1.5 મિલિયન ડોલરની કિંમતની 248 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી. આ પ્રસંગે ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલે મેનહટન ડીએ ઓફિસનો ભારતને પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રણધીર જયસ્વાલે કહ્યું કે તે ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે આવા સંબંધોના સતત જોડાણની આશા રાખીએ છીએ. 2011 થી 2020 સુધીમાં DA ની ઓફિસ અને HSI એ કપૂર અને તેના સહયોગીઓ દ્વારા દાણચોરી કરાયેલી 2,500 થી વધુ વસ્તુઓ રિકવર કરી છે. પુનઃપ્રાપ્ત કરાયેલ આ વસ્તુની કુલ કિંમત 143 મિલિયન ડોલર કરતાં વધુ છે.

Leave a Reply

Your email address will not be published.