તમે ઘણા ગરીબ લોકોને પોતાની રોજીરોટી ચલાવવા માટે રસ્તા પર શાકભાજી કે ફ્રુટ વેચતા જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ કે જેવો કરોડપતિ છે અને પોતાની મોંઘી કાર લઇને રસ્તા પર શાકભાજી વેચે છે. આનાથી પણ વધારે સમય વાતની નવાઈ લાગશે રસ્તા પર ફળ વેચતા આ તેની ઉંમર 87 વર્ષની છે.
સત્યાસી વર્ષના આ દાદાનું નામ ગેલાભાઈ છે. તેઓ ભાવનગર ના રહેવાસી છે. ગેલાભાઈ છેલ્લા 15 વર્ષથી સિઝનેબલ ફળ ની ખેતી કરે છે. પોતાની ખેતીમાં ઉગતા આ ફળને પોતે જ ડાયરેક્ટ સેલિંગ કરે છે. હાલ સીતાફળ ની સિઝન હોવાથી તેઓ રસ્તા પર સીતાફળ વેચી રહ્યા છે.
17 લાખની મોંઘી એસયુવી ગાડી લઈને રોડ પર પણ વેચતા આ કરોડપતિ દાદા ને જોઈને સૌ કોઈ લોકો નવાઈ પામે છે. ખેતીમાં મહેનત કરીને ગેલાભાઈ એ કરોડોની સંપત્તિ ઉભી કરી છે. 87 વર્ષના ગેલા દાદા દાડમ અને સીતાફળની સિઝનેબલ ખેતી કરે છે અને પોતે જાતે જ આ ફળને રોડ પર વાંચવા બેસે છે.
યુવાનોને માર્ગદર્શન આપતા ગેલા દાદા કહે છે કે ભલે મારી પાસે ગમે તેટલી સંપત્તિ રહે તેમ છતાં પણ રોડ પર બેસી પણ વેચવામાં મને જરા પણ શરમ આવતી નથી. વ્યક્તિ જીવનમાં ગમે તેટલો મોટો માણસ બની જાય પરંતુ ત્યારે વ્યક્તિએ સફળતાનું અભિમાન લાગવો જોઈએ નહીં.
કરોડોની સંપત્તિ અને મસમોટી ફોરવિલ ગાડી હોવા છતાં પણ આ દાદા રોડ પર બેસીને સીતાફળ વેચે છે. ગેલા દાદા નું કહેવું છે કે જ્યાં સુધી વ્યક્તિના હાથ પર ચાલતા હોય ત્યાં સુધી વ્યક્તિએ કામ કરવું જ જોઈએ. મહેનત કર્યા વિના ક્યારેય પણ પણ પ્રકારની સફળતા મળતી નથી.