કૌન બનેગા કરોડપતિની આ રહસ્યમય વાતો જાણીને ચોંકી જશો, 99 ટકા લોકો આ વાતને નથી જાણતા

Facts

રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ એ લગાતાર ટોપ 10 શોની ટીઆરપી લિસ્ટમાં પોતાની જગ્યા કાયમ રાખી છે. અમિતાભ બચ્ચનજીનો આ શો દર્શકોને ખૂબ જ પસંદ છે. પરંતુ શું તમે આ શોની હકીકત જણાવો છો? તો આવો આજે અમે તમને જણાવીએ આ શોની અદભુત હકીકત વિશે.

શોમાં એક કરોડ રૂપિયા જીતનાર પ્રતિયોગીને 30 ટકા કાપીને બાકીની ધનરાશિ સોંપવામાં આવે છે, એટલે કે કરોડપતિ પ્રતિયોગીને માત્ર 70 લાખ રૂપિયા જ મળે છે.

અમીતાભ બચ્ચન એ કેબીસીની સિઝન-2 માત્ર અમુક સમય સુધી જ હોસ્ટ કરી હતી. તેના સ્વાસ્થ્ય સંબંધી કટોકટીના કારણે સિઝન-3 શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું.

કેબીસીમાં અંડર-18 લોકોને કેમેરાની પાસે બેસાડવામાં આવે છે, જેથી તેઓ સ્ક્રીન પર ના દેખાય. જો તે હોટ સીટ પર આવેલા પ્રતિયોગીના પરિવારના સભ્યો ત્યારે જ તેની પર કેમેરો લઇ જવામાં આવે છે, નહિતર 18 ની નીચેની ઉંમરના લોકો કૅમેરામાં આવતા નથી.

શોમાં જે પ્રતિયોગી આવે તે હારે કે પછી જીતે, તે જ્યાં સુધી શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી તેને સેટ છોડીને જવાની પરવાનગી નથી હોતી. સેટની પાસે કેબીન છે ત્યાં તેમને બેસાડવામાં આવે છે.

કેબીસીના અમિતાભ બચ્ચનને સાચા જવાબની જાણ ત્યાં સુધી નથી હોતી, જ્યાં સુધી પ્રતિયોગી જવાબને લોક ન કરે. કેબીસીમાં એક પ્રતિયોગીને પહોંચવા માટે ત્રણ એલિમિનેશન રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. જેમાં પહેલો રાઉન્ડ SMS રાઉન્ડ, બીજો પર્સનલ કોલ જીકે અને ત્રીજો ઓડિશન હોય છે. તેના પછી જ શોમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી પહોંચી શકાય છે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના રીઝલ્ટ પછી અમુક સમય માટે શોમાં બ્રેક આવે છે. આ દરમિયાન તે પ્રતિયોગીને કૅમેરાના હિસાબથી મેકઅપ કરવામાં આવે છે. ત્યારબાદ તે બિગ બીની સામે હોટ સીટ પર બેસે છે.

શોમાં અમિતાભ બચ્ચન જે વૉડરોબનો ઉપયોગ કરે છે, તે ખૂબ જ મોંઘો હોય છે. પ્રતિ એપિસોડ તેના વૉડરોબની કિંમત દસ લાખ કરતાં પણ વધારે હોય છે.

અમિતાભ બચ્ચનને દરેક પ્રતિયોગી વિશે પર્યાપ્ત જાણકારી હોય છે. જેના માટે તે શોમાં આવતાં પહેલા કેબિનમાં જાય છે પ્રતિયોગી વિશે પૂરી જાણકારી મેળવે છે.

જો કેબીસીમાં કોઈ વ્યક્તિ અમિતાભ બચ્ચનનો ઓટોગ્રાફ માંગે, તો ત્યાં રહેલાં કૃ મેમ્બર્સ તેની ઑટોગ્રાફ બુક છીનવી લે છે. શો પૂરો થયા પછી પણ તેને તે બૂક પાછી આપવામાં આવતી નથી.

કોમ્પ્યુટર પર જે પ્રશ્નો પૂછવામાં આવે તે રિયલ ટાઈમ હોય છે. અમિતાભ બચ્ચનના થોડા અંતર પર એક ટેકનિકલ વ્યક્તિ પોતાના કમ્પ્યૂટર સાથે બેઠો હોય છે. તે આવેલા પ્રતિયોગીના પ્રદર્શનના અનુસાર ડીફિકલ્ટી લેવલ બદલાવતો રહે છે.

Leave a Reply

Your email address will not be published.