આ છે ગુજરાતનુ સૌથી સુંદર ગામ, જેની સુવિધાઓ સામે મેટ્રો સીટી પણ પાછા પડે

Facts

સુરત થી 35 કિલોમીટર અને બારડોલી થી બે કિલોમીટર દૂર આવેલું બાબેન ગામ અત્યારે ગુજરાતના આદર્શ ગામમાં ટોપ પર આવે છે. લગભગ 15-16 વર્ષ પહેલા આ ગામ જંગલ જેવી અવસ્થામાં હતું. બાબેન ગ્રામ પંચાયતને 2011 માં રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી.

આ ગામમાં મેટ્રો સિટીની જેમ પહોળા આરસીસી રસ્તાઓ, ઘરે ઘરે પાણી, સ્ટ્રીટ લાઇટ્સ, સીસીટીવી, બેંક, પોસ્ટ ઓફિસ, એન્જિનિયરિંગ કોલેજ જેવી સુવિધાઓ છે. આ સિવાય ગામના લોકોની જાગૃતિના કારણે આ ગામ આદર્શ ગામ બની ગયું છે. આ ગામના તમામ મકાનો પાકા છે.

આ ગામમાં શહેર જેવી સુવિધાઓ છે. ગામના સરપંચ ગામને કેશલેસ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. વર્ષ 2007 માં ભાવેશભાઈ સરપંચ તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેમની પત્ની ફાલ્ગુની બેન પટેલ આ ગામના સરપંચ છે. આ બંને પહેલેથી જ ગામના વિકાસ દ્વારા તેને રાજ્યમાં શ્રેષ્ઠ ગામ બનાવવા માગતા હતા. જેના માટે તેમને ગામના લોકોની જાગૃતિ માટે કેટલાક ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું.

ભાવેશભાઈ જ્યારે સરપંચ તરીકે ચૂંટાયા ત્યારે તરત જ તેણે સભ્ય સાથે મળીને લોક ભાગીદારીથી કામ કરવાની શરૂઆત કરી. ધીમે ધીમે પ્રાથમિક સુવિધાઓથી માંડીને શરૂ થયેલો ગામનો વિકાસ આજે પણ અવિરત ચાલુ છે. લોક ભાગીદારીથી 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ તળાવ પાસે સરદાર પટેલની મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે ગામમાં આકર્ષણનું કેન્દ્ર છે.

આ ગામ તાલુકા અને જિલ્લા સ્તરના પુરસ્કાર પ્રાપ્ત કરી ચુકયું છે. ગામમાં સુવિધાઓથી સજ્જ પંચાયત ઘર, આંગણવાડી, સીસીટીવી કેમેરા અને વાઈફાઈની પણ વ્યવસ્થા છે. આ સિવાય ગામમાં બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ આ બધા માટે આધુનિક સુવિધા સાથેના બેરિંગ પણ બન્યા છે.

આ ગામની મુલાકાત લેવા અન્ય ગામના સરપંચો અને અધિકારીઓ પણ આવે છે. આઈએએસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. સવાર-સાંજ પંચાયત દ્વારા કચરો લઈ જવાની વ્યવસ્થા, ગ્રામ પંચાયતની પોતાની એમ્બ્યુલન્સ અને આરોગ્ય કેન્દ્ર પણ છે.

ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ અને રેસ્ટોરન્ટની પણ સુવિધા છે. સાથે છ વિસ્તારોમાં છ પાણીની ટાંકીઓ અને ત્રણ આરઓ પ્લાન્ટ દ્વારા પાણી મફતમાં મળે છે. ઘરે ઘરે શૌચાલય છે, તેમ છતાં થોડા થોડા અંતરે જાહેર શૌચાલયની પણ સુવિધા છે. બ્લોક પેવિંગ ધરાવતા ફુટપાથથી માંડીને ફૂલોથી સુશોભિત ડીવાઇડર્સ સાથે ગામના રસ્તા 12 ફૂટ પહોળા છે.

Leave a Reply

Your email address will not be published.