તાંબાના વાસણમા પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદાઓ, એક વાર જરૂર જાણજો

Health

પહેલાના સમયમાં લોકો તાંબાના વાસણમાં ભોજન બનાવતા અને જમવામાં પણ તાંબાના વાસણોનો જ ઉપયોગ કરતા. તેથી પહેલાના સમયમાં લોકો ખૂબ ઓછા બીમાર પડતા. જ્યારે આજના સમયમાં લોકો સ્ટીલના વાસણનો ઉપયોગ વધુ માત્રામાં કરે છે. તાંબાના વાસણમાં ખાવાથી આરોગ્ય સારું રહે છે. તો આવો જાણીએ તાંબાના વાસણમાં થતા ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે.

રાત્રે તાંબાનો ગ્લાસ પાણીથી ભરેલો રાખો અને સવારે ખાલી પેટે પીવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તાંબાના વાસણમાં રાંધવાથી તેમાં રહેલું કોપર ખાવાની સાથે ભળીને શરીરમાં જાય છે, જેનાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે.

કોપરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જેથી તેમાં રાંધેલુ ભોજન ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થાય છે. આ વાસણમાં ખોરાક ખાવાથી કે પાણી પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ ટળે છે. તાંબાના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. જે કિડની અને યકૃતની સ્વસ્થ રાખે છે.

સાથોસાથ તાંબાના વાસણમાં જમતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન પણ રાખવુ જોઈએ. તાંબાના વાસણમાં ક્યારેય પણ દૂધ ન પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર આનાથી શરીરને નુકસાન થાય છે.

તાંબાના વાસણમાં સાઈટ્રિક ફૂડ્સ, અથાણાં, દહીં, લીંબુનો રસ અને છાશ ખાવુંપીવું ન જોઈએ. હકીકતમાં તેમાં જોવા મળતા એસિડ ખાટી વસ્તુઓ સાથે ખરાબ પ્રતિક્રિયા આપે છે. જેનાથી ગભરાટ, ઉબકા સાથે ફૂડ પોઇઝિંગ થઈ શકે છે.

તાંબાના વાસણના અંદરના તળિયાને ખૂબ સારી રીતે સાફ કરવું જોઈએ. કોપર ઓક્સાઇડના સ્તરને કારણે પાણી તાંબા સાથે સીધું સંપર્કમાં આવતું નથી અને તેથી રસાયણિક ક્રિયા થતી નથી. જો તેને સરખી રીતે સાફ કરવામાં ન આવે તો તેને કોપર ઓકસોડાઇઝથી આવરી લેવામાં આવશે. જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published.