દાદા પૌત્રીની અનોખી જોડી, દાદાએ જાતે જ શિક્ષક બની પૌત્રીને બનાવી કલેક્ટર

Story

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ દીકરીઓના માથા પરથી સામાજિક બંધનોની બેડીઓ હટતી જાય છે, પરંતુ હજુ પણ એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં દીકરીઓને આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે છે. હરિયાણા રાજ્યના ઘણા ગામો પણ આવા વિસ્તારોમાં આવે છે. આવી સ્થિતિમાં અહીંથી બહાર નીકળવું અને સફળતા મેળવવી એ છોકરી માટે મોટી વાત છે.

જો કોઈ છોકરી આવા પ્રદેશમાંથી આવે અને પહેલા જ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લે તો શું કહેવું. આવું જ એક નામ છે નિશા ગ્રેવાલ. જેણે પરિવારના સભ્યોની મદદથી અને પોતાની મહેનતથી પહેલા જ પ્રયાસમાં યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી છે.

વીજળી વિભાગમાં કામ કરતા પિતાની આ દીકરી હંમેશા અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. નિશા પોતાને નસીબદાર માને છે કે તેને એક એવો પરિવાર મળ્યો જેણે તેને દરેક રીતે સપોર્ટ કર્યો. આવી સ્થિતિમાં એક એવું નામ છે જેને તે પોતાની સફળતાનો સૌથી વધુ શ્રેય આપે છે અને આ વ્યક્તિ નિશાના દાદા. જેનુ નામ છે રામફલ. પોલિટિકલ સાયન્સમાંથી સ્નાતક થયા પછી નિશાએ તેના ધ્યેય માટે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. જેના વિશે તેણી હંમેશા વિચારતી હતી અને આ ધ્યેય યુપીએસસીની તૈયારી કરીને તેને ક્લીયર કરવાનો હતો.

નિશાને હંમેશા તેના પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો. પરંતુ સૌથી મોટો ટેકો હંમેશા તેના દાદાનો હતો. નિશા પણ તેની સફળતાનો શ્રેય તેના દાદાને આપે છે. નિશાના શિક્ષક દાદાજીએ નિશાને અભ્યાસમાં દરેક પગલે સાથ આપ્યો. આવી સ્થિતિમાં તે નિશાને દાદાની જેમ નહીં પણ શિક્ષકની જેમ વર્તતા હતા. તેણે નાનપણથી જ નિશાનો અભ્યાસ મજબૂત કર્યો હતો. ગણિતના શિક્ષક એવા દાદાજી તેમના વિષય સિવાય અન્ય વિષયો વિશે પણ નિશાને કહેતા.

નિશા નવ કલાક અભ્યાસ કરતી હતી. નિશાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ મુજબ તે દરરોજ આઠ થી નવ કલાક અભ્યાસ કરતી હતી. નિશાએ NCERT પુસ્તકોમાંથી વાંચીને પોતાનો આધાર મજબૂત કર્યો. આ સિવાય તેણે સ્ટાન્ડર્ડ બુક્સમાંથી તૈયારી કરી.

યુપીએસસીની તૈયારી માટે શ્રેષ્ઠ રણનીતિને સૌથી મજબૂત હથિયાર ગણતી નિશાએ દરરોજ માત્ર એક જ લક્ષ્યને રાહ બનાવીને શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેણે સખત મહેનત, યોગ્ય વ્યૂહરચના, મહત્તમ પુનરાવર્તન અને અનેક પ્રશ્નોના જવાબ લખીને તૈયારી કરી. જોશથી ભરેલી નિશાની મહેનતે જ્યારે રંગ દેખાડ્યો ત્યારે તે આશ્ચર્યજનક હતું કે, તેણીએ તેના પહેલા જ પ્રયાસમાં યુપીએસસી 2020 માં 51 મો રેન્ક મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.