તાજ હોટલની બહાર કર્મચારી કરી રહ્યો હતો કઈક એવુ કામ કે તસ્વીર શેર કરીને રતન ટાટા થઈ ગયા ભાવુક

Story

રતન ટાટા સોશિયલ મીડિયા પર સારા સક્રિય છે અને ઘણી વાર રસપ્રદ પ્રસંગો શેર કરે છે. તાજેતરમાં જ તેમણે વધુ એક હૃદય સ્પર્શી તસવીર શેર કરી છે. તસવીરમાં એક માણસ કૂતરાને વરસાદથી બચાવવા માટે છત્રી લઈને ઊભો છે.

ફોટો શેર કરતાં રતન ટાટાએ લખ્યુ હતું કે, વરસાદમાં ભટકનારા કૂતરાને તાજ હોટલના કર્મચારી મદદ કરી રહ્યા છે. તાજ હોટલના આ કર્મચારી ભારે વરસાદ પડતો હતો ત્યારે રખડતા કૂતરાને પોતાની છત્રી નીચે આશરો આપ્યો હતો. મુંબઈની ધમાલ મસ્તીમાં કેદ થયેલી હૃદય સ્પર્શી ક્ષણ જોઈને મને ગર્વ અનુભવ થાય છે. આવા હાવભાવ રખડતા પ્રાણીઓ માટે રાખનાર વ્યક્તિ ખૂબ આગળ વધે છે.

આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ ફોટો વિશે પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ હતું કે, આ ખરેખર માનવતાનું એક સંપૂર્ણ ઉદાહરણ છે અને તે હજુ પણ અસ્તિત્વમાં છે. તે જાણીને આનંદ થયો. આપણા પ્રાણીઓની સુરક્ષા માટે તેમના જેવા વધુ લોકોની જરૂર છે. આ તસવીર શેર કરવા માટે આભાર રતન ટાટા.

Leave a Reply

Your email address will not be published.