અહી આવેલુ છે એક અનોખુ શિવ મંદિર, જ્યા ભગવાન શિવ પહેલા થાય છે રાવણની પૂજા

Religious

રાજસ્થાનના ઉદયપુર થી લગભગ 80 કિલોમીટર દુર ઝાડોલ તાલુકાના આવરગઢની ટેકરીઓ પર આવેલા કમલનાથ મંદિરમા ભગવાન શિવજીની પહેલા રાવણની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે જો આમ કરવામાં ન આવે તો ભગવાન શિવજીને કરેલી બધી જ પૂજા વ્યર્થ જાય છે.

પુરાણો અનુસાર આ પ્રાચીન મંદિરની સ્થાપના લંકાપતિ રાવણે કરી હતી. એક વખત રાવણએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા કૈલાશ પર્વત પર જઈ તપ કરવાનું ચાલુ કર્યું. રાવણની આ કઠોર તપસ્યા જોઈ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવાનું કહ્યું. ત્યારે રાવણે ભગવાન શિવને લંકા આવવા કહ્યું.

ભગવાન શિવ રાવણ સાથે શિવલિંગ તરીકે જવા તૈયાર થયા. ભગવાન શિવે રાવણની શિવલિંગ આપતા શરત મૂકી કે, જો તમે લંકા પહોંચતા પહેલા શિવલિંગને ક્યાંય પણ પૃથ્વી પર મૂકશો તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ. રાવણે આ શરતનો સ્વીકાર કર્યો.

ચાલતા ચાલતા રાવણને થાક લાગ્યો તેથી તે આરામ કરવા માટે એક જગ્યાએ રોકાયો અને અનિચ્છાએ શિવલિંગ પૃથ્વી પર મૂક્યું. આરામ કર્યા બાદ રાવણે તે શિવલિંગ પૃથ્વી પરથી ઉપાડ્યુ, પરંતુ તે ત્યાંથી ઉઠ્યુ જ નહી.

રાવણને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેથી તે પસ્તાવો કરવા માટે ત્યાં તપ કરવા લાગ્યો. તેઓ દિવસમાં એક વખત ભગવાન શિવની પૂજા સો કમળથી કરતા હતા. આમ કરતા કરતા રાવણને સાડા બાર વર્ષ વીતી ગયા. બ્રહ્માજીએ રાવણની પૂજા નિષ્ફળ બનાવવા માટે એક કમળનું ફૂલ ઘટાડ્યું.

રાવણે જોયું કે ભગવાન શિવની પૂજા કરવામાં એક ફૂલ ઘટી રહ્યું છે. ત્યારે તેણે પોતાનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કર્યું. ભગવાન શિવ રાવણની આ ભક્તિથી પ્રસન્ન થયા. શિવજીએ પોતાની નાભિમાં અમૃત કુંડને વરદાન રૂપે સ્થાપિત કર્યો અને તેમણે કહ્યું હવે આ સ્થળ કમલનાથ મહાદેવ તરીકે ઓળખાશે. તેથી અહીં શિવજીની પૂજા કરતા પહેલા રાવણની પુજા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.